GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

કોરોનાનાં ડરને પગલે લોકો બેંકમાંથી ઉપાડી રહ્યા છે પૈસા, 15 દિવસોમાં અધધ રૂપિયા ઉપાડ્યા

કોરોના વાયરસ આખી દુનિયા માટે ચિંતાનો વિષય બનેલો છે. ભારતમાં તેનાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જેને ધ્યાનમાં રાખીને 14 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. એટલા માટે આપાત સ્થિતિની આશંકામાં લોકો બેંકોમાંથી મોટી માત્રામાં પૈસા ઉપાડી રહ્યા છે.

16 મહિનામાં સૌથી વધારે છે આંકાડા

13 માર્ચના રોજ પૂરા થતાં પખવાડિયામાં, જમાકર્તાઓએ બેંકોમાંથી 53,000 કરોડની રોકડ ઉપાડી લીધી છે. રોકડ ઉપાડનો આ આંકડો છેલ્લા 16 મહિનામાં સૌથી વધુ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) ના અનુસાર જમાકર્તાઓ દ્વારા આટલી મોટી માત્રામાં ઉપાડ ફક્ત તહેવારો અથવા ચૂંટણી દરમિયાન થાય છે. સેન્ટ્રલ બેંકે કહ્યું કે તેણે છેલ્લા 15 દિવસમાં આટલી રોકડ જારી કરી છે. 13 માર્ચ સુધીમાં લોકોની પાસે કુલ 23 લાખ કરોડ રૂપિયાની ચલણ હતી.

આ કારણે ઉપાડી રહ્યા છે પૈસા

આ મામલામાં અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વધારો થયો હોવા છતાં, કટોકટીના પગલે સાવધાની અને ડરનો વધારો થયો છે. એક્સિસ બેંકના ચીફ ઇકોનોમિસ્ટ સૌગત ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન લોકો બેંકો અને એટીએમ સુધી પહોંચી શકશે કે નહી. એટલાં માટે જરૂરિયાતનાં સમયે તેમણે બેંકોમાંથી મોટી માત્રામાં ઉપાડ કર્યો છે.

કોરોનાને કારણે, બેંકો લોકોને ટ્રાન્ઝેક્શન માટે ઓનલાઈન રીતો જેવી કે, નેટ બેન્કિંગ, યુપીઆઈ, વગેરે અપનાવવા કહેવામાં આવ્યુ છે. ફ્લિપકાર્ટ જેવી જાયન્ટ ઇ-કોમર્સ કંપનીઓની ડિલિવરી સેવા મર્યાદિત છે. તેથી જ લોકો ઓફલાઇન ખરીદી કરી રહ્યાં છે. તેઓને આ માટે રોકડની જરૂર છે. ઓનલાઇન કરિયાણા અને અન્ય જરુરીયાત વસ્તુઓ ખરીદતા લોકો હવે સ્થાનિક દુકાનદારો પાસેથી ખરીદી રહ્યા છે.

RBI ગવર્નરે કરી અપીલ

શુક્રવારે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જમાકર્તાઓની ચિંતાઓને દૂર કરતાં કહ્યુ છેકે, દેશની બેન્કિંગ સિસ્ટમ સંપૂર્ણપણે સલામત અને મજબૂત છે. શેરબજારમાં ઘટાડાને કારણે બેંકોના શેરમાં ઘટાડાની અસર તેમની નાણાકીય સિસ્ટમ પર થશે નહીં. તેમણે જમાકર્તાઓને ગભરાઈને બેંકોમાંથી નાણાં ન ઉપાડવા પણ વિનંતી કરી. બંને જાહેર અને ખાનગી બેંકોમાં જમાકર્તાઓનાં નાણાં સંપૂર્ણ સલામત છે.

ડિજીટલ ટ્રાન્ઝેક્શન કરે ગ્રાહકો

ગવર્નરે ગ્રાહકોને કોરોના સંકટ વચ્ચે વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું, કોરોના વાયરસનું સંકટ આપણી સમક્ષ છે, પરંતુ તે પણ પસાર થશે. આપણે સાવચેતી રાખવાની અને તમામ સાવચેતીનાં પગલાં લેવાની જરૂર છે. હું આ તમારી સમજ પર છોડું છું. સ્વચ્છ રહો, સુરક્ષિત રહો અને ડિજિટલ અપનાવો.

READ ALSO

Related posts

8મી જૂનથી તમામ ધાર્મિક સ્થળો ખુલસે, મંદિરો અને હવેલીઓ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી

Nilesh Jethva

USFDAનો ડાયાબિટીસની દવા મેટફોર્મિન રિકોલ કરવાનો આદેશ,કેન્સરજનક કેમિકલ વધુ હોવાનું ખુલ્યુ

Mansi Patel

‘પત્ની જેવો છે Corona વાયરસ’ ઈન્ડોનેશિયાનાં મંત્રીનાં નિવેદન પર થઈ ગયો હંગામો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!