GSTV

LICએ દિકરીના લગ્ન માટે બનાવી છે આ પોલિસી, 121 રૂપિયાના પ્લાનમાં મળશે 27 લાખ રૂપિયા

માતા-પિતાને દિકરીના ભવિષ્યની ચિંતા થાય તે સ્વાભાવિક છે. આ જ કારણે તેઓ દિકરીના જન્મ સાથે જ તેના માટે રૂપિયા એકઠા કરવાનું શરૂ કરી દે છે અને સારી ઇન્વેસ્ટમેન્ટ પોલીસી લેવાનુ પ્લાનિંગ કરી લે છે. આજ અમે તમને LICની આવી જ એક પૉલીસી વિશે જણાવી રહ્યાં છે જેને LICએ દિકરીના લગ્ન માટે બનાવી છે. આ પૉલીસીનું નામ છે કન્યાદાન યોજના.

કન્યાદાન યોજનામાં દરરોજ 121 રૂપિયાના હિસાબે આશરે મહિને 3600 રૂપિયાના પ્રિમિયમ પર આ પ્લાન મળે છે. પરંતુ જો કોઇ તેનાથી ઓછા કે વધુ પ્રિમિયમ સાથે આ પ્લાન લેવા ઇચ્છે તો તે પણ થઇ શકે છે.

આ ખાસ પૉલીસીમાં તમે દરરોજ 121 રૂપિયાના હિસાબે જમા કરો તો 25 વર્ષમાં 27 લાખ રૂપિયા મળશે. આ ઉપરાંત જો પોલીસી લીધા બાદ મૃત્યુ થઇ જાય તો આ પૉલીસીનું પ્રિમિયમ નહી ભરવુ પડે અને તેને દર વર્ષે 1 લાખ રૂપિયા પણ આપવામાં આવશે. સાથે જ 25 વર્ષ પૂરા થતાં પૉલીસીના નૉમીનીને 27 લાખ રૂપિયા અલગથી મળશે.

આ ઉંમરે મળશે પૉલીસી

આ પૉલીસી લેવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછા 30 વર્ષની હોવી જોઇએ અને દિકરીની ઉંમર 1 વર્ષ. આ પ્લાન 25 વર્ષ માટે મળશે પરંતુ પ્રિમિયમ 22 વર્ષનું જ ભરવાનું છે. પરંતુ તમારી અને દિકરીની અલગ અલગ ઉંમર પ્રમાણે પણ આ પૉલીસી ઉપલબ્ધ છે. દિકરીની ઉંમરના હિસાબે આ પૉલીસીનો સમયગાળો ઘટી જશે.

શું છે કન્યાદાન પૉલીસી

  • 25 વર્ષ માટે પૉલીસી લઇ શકાય છે.
  • 22 વર્ષ સુધી પ્રિમિયમ ચુકવવાનું છે.
  • દરરોજ 121 રૂપિયા અથવા મહિનામાં આશરે 3600 રૂપિયાનું પ્રિમિયમ
  • વીમાધારકનું મૃત્યુ થઇ જાય તો પરિવારને પ્રિમિયમ નહી ચુકવવુ પડે.
  • દિકરીને પોલીસીના બાકીના વર્ષો દરમિયાન દર વર્ષે 1 લાખ રૂપિયા મળશે.
  • પૉલીસી પૂરી થવા પર નૉમિનિને 27 લાખ રૂપિયા મળશે.
  • આ પૉલીસી ઓછા કે વધુ પ્રિમિયમ સાથે મેળવી શકાય છે.

સિંગલ ઇનડાઉમેંટ પ્લાન

LICની આ યોજનામાં ફક્ત એક જ વાર પ્રિમિયમ આપવાનું હોય છે. આ યોજનાને 90 દિવસના બાળકથી લઇને 65 વર્ષની ઉંમરના લોકો લઇ શકે છે. આ પ્લાન 10 વર્ષ માટે મળે છે. તેમાં ઓછામાં ઓછા 50 હજારનો વીમો લઇ શકાય છે પરંતુ મહત્તમની કોઇ સીમા નથી. જો કોઇ વ્યક્તિ ઓછામાં ઓછા 50 હજારનો વીમો લે તો તેણે 40 હજાર રૂપિયાનું પ્રિમિયમ ચુકવવુ પડશે. દસ વર્ષ બાદ પૉલીસી પૂરી થયા બાદ 75થી 80 રૂપિયાની આસપાસ તેને પરત મળે છે. આ વચ્ચે વીમાધારકનું મૃત્યુ થાય તો નૉમિનીને 50 હજાર રૂપિયા મળશે.

Read Also

Related posts

પ્રેમભગ્ન / પૂર્વ ગર્લફ્રેન્ડના ઘરની પાસે ડ્રોનથી કર્યો ધમાકો, શખસને પાંચ વર્ષની મળી જેલ

Mansi Patel

ડ્રગ્સ કેસમાં આ ત્રણ અભિનેત્રીઓના મોબાઈલ કર્યાં જપ્ત, સઘન પૂછપરછ

Mansi Patel

ડ્રગ્સ કનેક્શનઃ ધર્મા પ્રોડક્શનના પૂર્વ કર્મચારીને આજે કોર્ટમાં કરાશે રજૂ, સામે આવશે નવા ખુલાસા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!