GSTV

ભારત ચીન તણાવ વચ્ચે ચીની સેનાની ગદ્દારી: ત્રણ ત્રણ મંત્રણાઓ અને બાંહેધરી છતાં લદાખમાં યથાવત PLAનો સૈન્ય જમાવડો

ચીન

લુચ્ચાઈમાં ચીન સર્વોપરી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ભારત અને ચીન બંને દેશોના સેના અધિકારીઓ તેમજ રક્ષા મંત્રાલય વચ્ચે મંત્રણા થઈ છે કે પૂર્વ લદાખની એલએસી  પરથી બંનેએ તેમના સૈન્ય પરત ખસેડવામાં આવે. ચીને વારાફરથી ત્રણ મંત્રણા અમુક સમયાંતરે યોજવી અને તમામ તબક્કે વધુ ને વધુ સૈન્યો પરત લઈશું તેવી બાંહેધરી આપી હતી.

લદાખ ભારતની પહેલ છતાં ચીનની લુચ્ચાઈ

ભારતે ખેલદિલી દાખવતા પહેલ કરી હતી પણ ચીને બે વખત મંત્રણા કરી દેખાડા પૂરતા કેટલાક સૈન્યો ખસેડયા એટલું જ નહીં સત્તાવાર રીતે વિશ્વ સાંભળે તેમ એવી જાહેરાત પણ કરી કે અમે સંધિ મુજબ લડાખ સરહદેથી ત્રણ મહિના અગાઉ હતી તેવી સ્થિતિ લાવી દીધી છે.

લદાખ

લદાખ સરહદની નજીક ચીની સેનાએ ખડક્યો શસ્ત્રસરંજામ

જો કે ભારતીય સેના આ વખતે 1962 જેવી ચીનની દગાખોરીનું પુનરાવર્તન કરવા દેવા નથી માંગતું. ભારતીય સેનાએ જે સેટેલાઈટ તસવીરો મેળવી છે તેના આધારે ચીને સરહદથી થોડે દૂર સૈન્ય પરત ખેંચ્યું છે પણ ત્યાંથી થોડે દુર વધુ સૈન્ય અને હવે તો વિમાનો, ટેન્કરો, શસ્ત્રોનો પણ જમાવડો કર્યો છે.

ચીનને ઓકાત બતાવવા ભારતીય સૈન્ય તૈયાર

ભારતે પણ આની સામે છેલ્લા કેટલાક દિવસોથી સરહદે સૈન્ય બળ અને સરંજામ વધાર્યો છે. ભારતે ચીનના દાવાને નકાર્યો છે કે ‘લડાખ સરહદે તમે સૈન્ય પરત થોડી માત્રામાં જ ખસેડયું છે. આપણી વચ્ચે સમજૂતી થઈ હતી તે પ્રમાણે વિશ્વાસનું વાતાવરણ કેળવાય તેવું તો આ ‘ડિસએન્ગેન્જમેન્ટ’ નથી જ.’

વધુ એક બેઠક માટે ભારતની પહેલ

ભારતના વિદેશ મંત્રાલયે ચીનને જણાવી દીધું છે કે હજુ અમારે અમારી શરતો પૂરી થાય તે માટે ચીન જોડે એક મીટીંગ યોજવી પડશે. જેમાં ચીનને જણાવી શકીએ કે શું કરવાનું બાકી છે. દેપ્સાંગ, ગોગ્રા, પાન્ગોંગ, લેક, ફિંગર્સ એરિયામાં ચીનની સેના હજુ હાજર છે.

MUST READ:

Related posts

કેન્દ્ર-રાજ્યોને ચિંતા નથી, રાજકારણ બાજુમાં મુકી કોરોના પર ધ્યાન આપો: સરકારો પર સુપ્રીમ બગડી

Bansari

સળગતો સવાલ/ પાકિસ્તાનમાં અશાંતિ છતાં સરહદે અવિરત તોપમારો,મોદી સરકાર રાજદ્વારી રીતે આક્રમક જવાબ કેમ નથી આપતી?

Bansari

દેશના ત્રણ વેક્સીન સેન્ટરની મુલાકાત કરશે વડાપ્રધાન, પુણે અને હૈદરાબાદની સાથે સાથે અમદાવાદ આવશે પીએમ મોદી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!