GSTV
Home » News » છત્તીસગઢમાં ભૂપેશ બધેલને મળ્યા નાણાં અને ઉર્જા : સાહુને અપાયું ગૃહ, જુઓ આ લિસ્ટ

છત્તીસગઢમાં ભૂપેશ બધેલને મળ્યા નાણાં અને ઉર્જા : સાહુને અપાયું ગૃહ, જુઓ આ લિસ્ટ

છત્તીસગઢમાં કોંગ્રેસે જોરદાર વાપસી કર્યા બાદ મંત્રીમંડળ માટે 25 ધારાસભ્યોએ શપથ લીધા હતા. જેઓને ખાતાની વહેંચણી કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેશ બધેલને સામાન્ય પ્રશાસન, નાણા, ઉર્જા, ખાણ, જનસંપર્ક, ઈલેક્ટ્રોનિક અને સૂચના પ્રોદ્યોગિક વિભાગ પોતાની પાસે રાખ્યો છે. ટીએસ સિંહદેવને પંચાયત અને ગ્રામીણ વિકાસ, લોક સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ, ચિકિત્સા શિક્ષા યોજના આર્થિક અને સાંખ્યિક અને જીએસટી વિભાગ સોંપવામાં આવ્યો છે.

જાણો કોન છે આ મંત્રી બનનાર ધારાસભ્યો

  • રવિન્દ્ર ચૌબે- સીનિયર મંત્રી અને પૂર્વનેતા પ્રતિપક્ષ રહ્યા છે. તેઓ બ્રાહ્મણ વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે.
  • અનિલા ભેડિયા- બીજી વાર ધારાસભ્ય બન્યા, મહિલા અને આદિવાસી વર્ગની શરતો પૂરી કરી છે.
  • પ્રેમસાય સિંહ ટેકામ- સરગુજાનું પ્રતિનિધિત્વ કરે છે. પહેલાં મંત્રી રહેલા છે.
  • મો. અકબર- જોગી સરકારમાં મંત્રી રહ્યા હતા. એકમાત્ર અલ્પસંખ્યક નેતા. મહત્તમ વોટ મેળવીને જીતનો રેકોર્ડ કર્યો.
  • શિવ ડહરિયા- કાર્યકારી અધ્યક્ષ, સતનામી સમાજના નેતા, સીટ બદલીને આરંગથી જીત્યા.
  • ઉમેશ પટેલ- બીજીવારના ધારાસભ્ય. સ્વ. નંદકુમાર પટેલના દીકરા. ઓપી ચૌધરીને હરાવ્યા છે. જેઓ પહેલા આઇએએસ હતા. તેમના પિતા નક્સલી હુમલામાં મોતને ભેટ્યા હતા.
  • કવાસી લખમા- બસ્તરથી આદિવાસી પ્રતિનિધિત્વ, ચાર વાર ધારાસભ્ય.
  • રુદ્ર ગુરુ- સમાજના ગુરુ પરિવાર સાથે સંબંધ, બીજી વાર ધારાસભ્ય બન્યા. સતનામી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે.
  • જયસિંહ અગ્રવાલ- ત્રીજીવારના ધારાસભ્ય, કોરબા જિલ્લાનું પ્રતિનિધિત્વ પુરુ કરશે. જેઓ ટીએસ સહદેવના નજીકના નેતા માનવામાં આવે છે.

કયા ધારાસભ્યને કયું મંત્રીપદ સોંપાયું

મંત્રીવિભાગ
ભૂપેશ
બઘેલ
સામાન્ય પ્રશાસન, નાણા, ઉર્જા, ખીણ, જનસંપર્ક, ઈલેક્ટ્રોનિક, સૂચના પ્રોદ્યોગિક અને અન્ય વિભાગ જે અન્ય કોઈને આપવામાં આવ્યો નથી
ટીએસ સિંહ દેવપંચાયત અને ગ્રામીણ વિકાસ, લોક સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ, ચિકિત્સા શિક્ષણ, જોયના આર્થિક અને સાંખ્યિક, જીએસટી
તામ્રધ્વજ સાહુલોક નિર્માણ, ગૃહ, જેલ, ધર્મસ્વ, પર્યટન અને સંસ્કૃતિ
રવિન્દ્ર ચૌબેસંસદીય કાર્ય, વિધિ અને વિધાયક કાર્ય, કૃષિ અને જૈવ પ્રોદ્યોગિક, પશુપાલન, મચ્છી ઉદ્યોગ, જલ સંશાધન અને આયાકર
મોહમ્મદ અકબરપરિવહન વિભાગ, આવાસ અને પર્યાવરણ, વન વિભાગ, ખાદ્ય અને નાગરિક સેસા. ગ્રાહક સંરક્ષણ વિભાગ
ઉમેશ
પટેલ
ઉચ્ચ શિક્ષા અને ટેક્નોલોજી શિક્ષણ કૌશલ વિકાસ અને જનશક્તિ નિયોજન, વિજ્ઞાન અને પ્રોદ્યોગિક, ખેલ અને યુવા કલ્યાણ વિભાગ
જયસિંહરેવન્યુ અને ડિઝાસ્ટર વિભાગ, પુનર્વાસ, રજીસ્ટ્રેશન અને સ્ટેમ્પ
અનિલ ભેડિયામહિલા અને બાળ વિકાસ, સમાજ કલ્યાણ
શિવ
ડહરિયા
નગર પ્રશાસન-વિકાસ-શ્રમ
ગુરુ રુદ્ર કુમારલોક સ્વાસ્થય યાંત્રિકી અને ગ્રામોદ્યોગ
પ્રેમસાય સિંહ ટેકામસ્કૂલ શિક્ષા, અનૂસુચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગ અને અલ્પસંખ્યક કલ્યાણ, કો-ઓપરેટિવ
કવાસી
લખમા
વાણિજ્યકર, ઉદ્યોગ

Related posts

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

નેતાઓની જીભ લપસવાની મૌસમ: શિવરાજસિંહે સનદી અધિકારીઓને ધમકી આપતા કહ્યું, કાલે…

Nilesh Jethva

જાપાનમાં પ્રથમ વખત ભારતીયએ ચૂંટણી જીતી, રચ્યો ઈતિહાસ

Path Shah