GSTV
Home » News » ફોન ચોરી થાય તો ગભરાવાની જરૂર નથી, સરળતાથી મળી શકે છે પાછો

ફોન ચોરી થાય તો ગભરાવાની જરૂર નથી, સરળતાથી મળી શકે છે પાછો

મુંબઈમાં એક કમ્યુનિકેશન દ્વારા વેબ પોર્ટલ શરૂ કરવામાં આવી છે. જેનો ખોવાયેલા ફોનની શોધ કરી શકશે. તેના માટે દૂરસંચાર વિભાગ CEIR પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ખોવાયેલો અથવા ચોરી થયેલો ફોન બધા મોબાઈલ નેટવર્ક પર બ્લોક કરી, ચોરની શોધ મેળવી અને મોબાઈલ ચોરીની ઘટનાઓને રોકવા માટે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આઈડેન્ટિટી માટે દરેક મોબાઈલનો એક યુનિક IMEIનંબર હોય છે. આ નંબર રિપ્રોગ્રામેબલ હોય છે, એટલે કે તેને બદલી શકાય છે. ફોન ચોરનારા તેને રિપ્રોગ્રામ કરી દે છે. ચોર IMEIનું ક્લોનિંગ કરી દે છે, જેના કારણે એક જ IMEI નંબર પર ઘણા ફોનનો ઉપયોગ કરી શકાય છે. ટેલિકમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ મુજબ IMEI હેંડસેટ ક્લોનિંગના ઘણા કિસ્સા સામે આવ્યા છે. જો IMEI નંબરને બ્લોક કરવામાં આવે તો જેનો ફોન ચોરી થયો હોય તેને મુશ્કેલી પડે છે. આ મુસીબતથી બચવા માટે CEIR પ્રોજેક્ટની શરૂઆત કરી છે.

CEIR પ્રોજેક્ટનું મહત્ત્વ આ ખાસ વસ્તુ પર રહેશે
-મોબાઈલ ફોનમાં ચોરી જેવી ઘટના ઓછી બને તે માટે ખોવાયેલા ફોનમાં બધા નેટવર્ક બ્લોક કરવા.
-ખોવાયેલા અથવા ચોરી થયેલા ફોનને મેળવવા માટે
-મોબાઈલ નેટવર્કમાં IMEI ક્લોનિંગને રોકવું
-ચોરી થયેલા મોબાઈલ ફોનનો ઉપયોગ બંધ કરવો.
-સર્વિસ ક્વોલિટીને સારી બનાવવી.
-કોલ ડ્રોપ ઓછો કરવો.

જો તમારો ફોન ખોવાઈ ગયો છે, તો સૌથી પહેલાં પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાવો. તેના પછી હેલ્પલાઈન નંબર 14422 પર કોલ કરો અને ટેલિકમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટને ફોન ખોવાયાની જાણકારી આપો. વેરિફિકેશન કર્યા પછી ફોનને બ્લેકલિસ્ટ કરવામાં આવશે, તેના પછી કોઈ પણ તમારા ફોનનો ઉપયોગ નહીં કરી શકે. જો કોઈ તમારા ફોનમાં બીજા સિમકાર્ડનો ઉપયોગ કરશે તો સર્વિસ પ્રોવાઈડર નવા યુઝરને ઓળખશે અને તેની જાણકારી પોલીસને આપશે.

Read Also

Related posts

Hyundaiએ લોન્ચ કરી નવી સ્પેશલ Santro,ફિચર્સ અને કિંમતમાં આવ્યો બદલાવ

pratik shah

જલ્દીથી માર્કેટમાં આવવાનું છે “Smart બ્લેન્કેટ”, જે ફોનથી થશે ગરમ

Mansi Patel

Google હાસલ કરી Quantum Supremacy, બદલાઈ જશે કોપ્યૂટિંગની દુનિયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!