GSTV
Home » News » કૈલાશ ખેર શો છોડી શહીદના પરિવાર પાસે પહોંચ્યો, આપ્યો દસ લાખનો ચેક

કૈલાશ ખેર શો છોડી શહીદના પરિવાર પાસે પહોંચ્યો, આપ્યો દસ લાખનો ચેક

જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલા બાદ દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તમામ બોલિવુડ સ્ટાર્સે તેની કડક શબ્દોમાં ઝાટકણી કાઢી છે. સાથે શહીદોની આર્થિક મદદ પણ કરી છે. તમામ સંગઠનો અને ફિલ્મથી જોડાયેલા કલાકારો વિરોધ નોંધાવી રહ્યા છે.

બોલિવુડના પ્રખ્યાત સિંગર કૈલાશ ખેરે દેવરિયાના શહીદ સીઆરપીએફ જવાન વિજય કુમાર મોર્યના ઘરે પહોંચ્યા હતા. તેમણે શહીદના પિતાના ઘરની મુલાકાત લીધી હતી. શહીદના પિતા અને પત્નીને દસ લાખ રૂપિયાનો ચેક સોંપી દિકરીના ઉછેરમાં કોઈ ખામી ન રહી જાય તેવું જણાવ્યું હતું.

દેવરિયા મહોત્સવમાં પરફોર્મ કરવા માટે આવેલા કૈલાશ ખેરે શો છોડીને શહીદના પરિવારના ધરે પહોંચ્યા હતા. સીધા ભટનીના છપિયા જયદેવ ગામ સ્થિત શહીદ વિજય કુમાર મોર્યના ઘર પર પહોંચ્યા હતા. તેમણે વિજયની પત્ની વિજયલક્ષ્મી અને પિતા રામાયણ મોર્યને 5-5 લાખ રૂપિયાનો ચેક સોંપ્યો હતો.

કૈલાશે શહીદ વિજયના પિતા રામાયણ મોર્યને કહ્યું હતું કે તેમનો દિકરો વીર હતો. અમને સૌને તેમના પર ગર્વ છે. એ પૂરા દેશનો દિકરો હતો. અમારી રક્ષા માટે તેણે પોતાનો જીવ કુરબાન કરી દીધો. એ દિકરી આરાધ્યાને છોડીને ગયા છે તેનો ઉછેર અને તાલીમ યોગ્ય રીતે થવી જોઈએ.

તેમણે વિજયલક્ષ્મીને સાંત્વના આપી અને કહ્યું કે દુખની ઘડીમાં દેશ તેમની સાથે છે. પોતાના પતિના પ્રાણની શપથ લો કે તેઓ જે દિકરીને છોડીને ગયા છે તેનું પાલન પોષણ ઠીક રીતે કરવામાં આવે. જણાવી દઈએ કે કૈલાશ ખેર દેવરિયા મહોત્સવમાં પરફોર્મ કરવાના હતા. પરંતુ તેમણે પોતાનો શો કેન્સલ કર્યો અને વિજયના કુટુંબને મળવાનો નિર્ણય લીધો.

READ ALSO

Related posts

PM નરેન્દ્ર મોદીની બંપર જીત બાદ બદલાયા પાકિસ્તાનના સુર, વિદેશમંત્રી માટે ખોલ્યુ એરસ્પેસ

Mansi Patel

લોકસભા સીટ કે જ્યાંથી માત્ર 181 મતે હાર્યો આ ઉમેદવાર

Arohi

બ્રેક્ઝિટમાં ફસાયેલા બ્રિટનનાં પ્રધાનમંત્રી થેરેસા પદ છોડવા માટે તૈયાર, 7 જૂને આપશે રાજીનામું

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!