GSTV

જે દિવસે ટ્રમ્પ ભારત આવશે, તે જ દિવસે અમેરિકા ભારતને આપશે મોટો ઝટકો

સોમવારથી અમેરિકા એક નવો નિયમ લાગૂ કરવા જઈ રહ્યું છે. આ નિયમથી કાયદાકીય રીતે જેણે ગ્રીન કાર્ડ અથવા તો કાયદાકીય રીતે ત્યાં સ્થાયી થવાની પરવાનગી માગી છે, અને જેને આપવામાં નથી આવી, તથા જેણે ફૂડ સ્ટેમ્પ્સ જેવી યોજનાનો ફાયદા ઉઠાવ્યો છે. તેમના પર આ નિયમ લાગૂ પડશે. આપને જણાવી દઈએ કે, આ નિયમથી અમેરિકામાં રહેતા લગભગ 11 ટકા ભારતીયો પ્રભાવિત થશે, આ તમામને સાબિત કરવું પડશે કે, તેઓ અમેરિકામાં ક્યાં કારણસર વસવાટ કરવા માગે છે, અને તેમણે કોઈ નાણાકીય સહાય લગતી યોજનાનો લાભ ઉઠાવ્યો છે કે, કેમ !

અમેરિકાના આ પગલાથી એવા કેટલાય ભારતીય નાગરિકો છે, જે પ્રભાવિત થઈ શકે છે. જે લાંબા સમયથી ત્યાં છે H-1B વિઝા અંતર્ગત કાયદાકીય રીતે મંજૂરી મળવાની રાહ જોઈ રહ્યા છે. આ સંદર્ભે વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ સ્ટેફની ગ્રીશમે કહ્યું છે કે, હાઈકોર્ટના આદેશ બાદ હૌમલેંડ સુરક્ષા વિભાગ સોમવારે આ કાયદાને લાગૂ કરી શકશે.

અમેરિકાના ટેક્સ પેયર્સને થશે ફાયદો

તેમણે આગળ જણાવ્યું હતું કે, આ નિર્ણયથી ભારે મહેનત કરી રહેલા અમેરિકા ટેક્સ પેયર્સને સુરક્ષા મળશે. વાસ્તવમાં જરૂરિયાતવાળા અમેરિકનો માટે કલ્યાણ યોજના સુરક્ષિત થશે, માળખાકીય ખોટ ઓછી થશે અને મૌલિક કાયદાકીય સિદ્ધાંત ફરી વાર સ્થાપિત થશે કે, આપણા સમાજમાં આવનારા નવા લોકો નાણાકીય રીતે સક્ષમ થાય અને અમેરિક પર નાણાકીય બોઝ ઓછો થાય.

સુરક્ષા વિભાગ ઓળખાણ કરશે

14 ઓગસ્ટ 2019ના રોજ પ્રકાશિત નિયમને 15 ઓક્ટોબર 2019થી લાગૂ કરવાનો હતો, પણ કોર્ટના અલગ અલગ ચુકાદાને કારણે તેને લાગૂ કરી શક્યા નહીં. આ કાયદાથી હોમલેંડ સુરક્ષા વિભાગ એ ઓળખાણ કરશે કે, કોણ વિદેશી નાગરિક દેશમાં રહેવા યોગ્ય છે અને શા માટે તેને અમેરિકામાં સ્થાયી થવાની મંજૂરી આપવામાં આવે. કારણ કે, તે વિદેશી ભવિષ્યમાં ગમે ત્યારે પબ્લિક ચાર્જ બની શકી છે.

અમેરિકાની નાગરિકતા માટે જે લોકો રાહ જોઈ રહ્યા છે, તેમને એ બતાવવું પડશે કે, બિન પ્રવાસી દરજ્જો મેળવ્યા બાદ નાણાકીય ફાયદાવાળી અન્ય કોઈ યોજનાનો લાભ લીધો નથી. માઈગ્રેશન પોલિસ ઈંસ્ટીટ્યૂટ રિપોર્ટ 2018 અનુસાર 61 ટકા લોકો ગેરકાયદેસર બાંગ્લાદેશી પરિવાર, 48 ટકા પાકિસ્તાની પરિવાર અને 11 ટકા ભારતીય પરિવારઓ તેનો લાભ લીધો છે, જેની તપાસ થશે.

READ ALSO

Related posts

આ દેશમાંથી આવી ખુશખબરી, કોરોના વેક્સિનનું ટ્રાયલ સફળ

Nilesh Jethva

યૌદ્ધાઓના વેતન કાપી સરકાર ન કરે અન્યાય, પ્રિયંકાએ યોગી સરકારની કાઢી ઝાટકણી

Ankita Trada

મોદી સરકારના મંત્રીની ફેંકમફેંક : આયુર્વેદ ચિકિત્સાથી સાજા થયા પ્રિન્સ ચાર્લ્સ, 24 કલાકમાં જ ખૂલી પોલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!