GSTV

ભુલાઈ સંવેદના: અમેરિકામાં 2 બાળકો સહીત પાંચને જીવતા સળગાવાયાં

અમદાવાદ

અમેરિકાના શહેર ડેનવેરમાં ઇરાદાપૂર્વક એક ઘરમાં લગાડવામાં આવેલી આગમાં પાંચ લોકો જીવતા સળગી ગયા હોવાનું પોલીસે આજે કહ્યું હતું. ફાયરફાઇટરોએ  કહ્યું હતું કે માર્યા ગયેલાઓમાં બે બાળકો અને ત્રણ પુખ્ત લોકો હતા, એમ ડેનવેર ફાયર વિભાગે કહ્યું હતું.

ત્રણ લોકો બચી ગયા

પ્રારંભિક અહેવાલોમાંથી જાણવા મળ્યું હતું કે  એરપોર્ટથી નજીક આવેલી બે માળની ઇમારતમાંથી ત્રણ જણા બચી ગયા હતા, પરંતુ પ્રથમ માળમાં ફસાયેલા લોકોને બચાવવા જતા એક પોલીસ ઓફિસર આગની ગરમીના કારણે પાછો પડયો હતો.

ઇરાદાપૂર્વક લગાવાઈ હતી આગ

પોલીસે કહ્યું હતું કે લાગે છે કે માર્યા ગયેલા તમામ લોકો પ્રથમ માળે રહેતા હશે. ઘરને આગ લગાડવામાં આવી હતી એવા સંક્તો મળતા પોલીસે ફાયરફાઇટરો સાથે મળીને ઘટનાની તપાસ શરૂ કરી હતી એમ ડેનવેર પોલીસના તપાસ અધિકારીએ કહ્યું હતું. જો કે તેઓ પુરાવા અંગે વધુ માહિતી આપી શક્યા નહતા અને કહ્યું હતું કે હાલમાં તપાસ ચાલી રહી હોવાથી વધુ કહી ના શકાય.

‘આ સમય ડેનવેર અને તેના નિવાસીઓ માટે વિનાશક છે. અમારી પ્રાર્થના માર્યા ગયેલાઓના પરિવાર પ્રત્યે છે’.

MUST READ:

Related posts

કાળા બજારીઓએ માર્કેટમાં કૃત્રિમ અછત ઉભી કરતા, ડુંગળી બટાટાના ભાવ આસમાને પહોંચ્યા

Nilesh Jethva

દીવા તળે અંધારું : અમદાવાદ મનપાની ઓઢવ સ્થિત સબ ઝોનલ કચેરીની સામે છેલ્લા બે મહિનાથી ડ્રેનેજ ઓવરફલો

Nilesh Jethva

રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકો પરની પેટા ચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ, 8 બેઠકો પર કુલ 81 ઉમેદવારો મેદાને

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!