GSTV

ડેંટિસ્ટની સલાહ: સવારે બ્રશ કર્યા બાદ ક્યારેય માઉથવોશનો ઉપયોગ કરવો નહીં, થઈ શકે છે આ ગંભીર આડઅસર

Last Updated on July 15, 2021 by Pravin Makwana

લોકો સવારે સૌથી પહેલા સારી રીતે દાંત સાફ કરવા માટે બ્રશનો ઉપયોગ કરતા હોય છે. શ્વાસને તરોતાજા રાખવા માટે માઉથવોશનો ઉપયોગ કરે છે. મોટા ભાગે લોકો બ્રશ કર્યા બાદ તેનાથી કોગળા કરતા હોય છે. પણ હવે એક ડેંટિસ્ટે જણાવ્યુ છે કે, આવુ કરવુ યોગ્ય નથી.

આપને જણાવી દઈએ કે, વ્યવસાયે ડેંટિસ્ટ અને ટિકટોક યુઝર એના પીટરસને વીડિયો બનાવીને લોકોને કહ્યુ છે કે, એ સામાન્ય બાબત બની ગઈ છે કે, બ્રશ કર્યા બાદ લોકો માઉથવોશથી કોગળા કરતા હોય છે. પણ તેનાથી દાંત સડવાનો ખતરો વધી જાય છે. આપને જણાવી દઈએ કે, એના એક રજિસ્ટર્ડ પ્રોફેશનલ છે. તેમણે લોકોનું કહ્યુ છે કે, આપે બ્રશ કર્યા બાદ માઉથવોશનો ઉપયોગ કરવાથી દાંત સડી શકે છે, તેથી આવુ કરવાનું બંધ કરી દો.

ડેંટિસ્ટે આનું કારણ જણાવ્યું

હકીકતમાં તેમણે આનું કારણ સમજાવ્યું અને કહ્યું કે ટૂથપેસ્ટમાં ફ્લોરાઇડનું પ્રમાણ વધારે છે, જે માઉથવોશથી કોગળા કરતી વખતે તરત જ દૂર કરવામાં આવે છે અને તેના બદલે માઉથવોશમાં ઓછી માત્રામાં મળતું ફ્લોરાઇડ દાંત પર રહે છે. તેમણે જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગની એક પુસ્તિકામાં લખેલી માહિતીને ટાંકીને જણાવ્યું હતું કે માઉથવોશમાં ફ્લોરાઇડની માત્રા ઓછી માત્રા તમારા દાંતને તમારા ખાવા-પીવામાં આવતી શુગરથી બચાવવા માટે પૂરતી નથી. તેમણે એ પણ માહિતી આપી કે તે પુસ્તિકામાં બધા ડેંટિસ્ટને તેનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

તમારે માઉથવોશ ક્યારે વાપરવું જોઈએ ?

જણાવી દઈએ કે આ માહિતીની સાથે, તેમણે એમ પણ કહ્યું હતું કે તે કોઈ પણ રીતે માઉથવોશની વિરુદ્ધ નથી, કારણ કે તે જાતે જ તેના દર્દીઓને તેનો ઉપયોગ કરવાની સલાહ આપે છે, પરંતુ તેમના અનુસાર, દરેક દર્દીને તેની જરૂર હોતી નથી. “હું તેમને બ્રશ કર્યા પછી તેનો ઉપયોગ કરવાનું કહેતો નથી,” તેમણે કહ્યું. તેમની પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ખોરાક ખાધા પછી માઉથવોશનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે.

READ ALSO

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!