GSTV
Home » News » 4.20 લાખ કરોડ રૂપિયાની દુનિયાની સૌથી મોટી ટેક્સ ચોરી, ભારતનાં આ શખ્સની છે સંડોવણી

4.20 લાખ કરોડ રૂપિયાની દુનિયાની સૌથી મોટી ટેક્સ ચોરી, ભારતનાં આ શખ્સની છે સંડોવણી

અમેરિકામાં છેલ્લા 100 વર્ષોની સૌથી મોટી ચોરી અથવા તો યૂરોપના ઈતિહાસની સૌથી મોટી ટેક્સ ચોરીની ઘટના સામે આવી છે. બે ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સ, માર્ટિન શીલ્ડ અને પોલ મોરાએ કોમેક્સ ટ્રેડિંગ સ્કીમ દ્વારા યૂરોપના કેટલાક દેશોના ખજાનાથી 60 અબજ ડોલર (વર્તમાન ભાવના હિસાબે 4.20 લાખ કરોડ રૂપિયા)ની ટેક્સ ચોરી કરી છે. આ કામમાં સેંકડો બેન્કર્સ, રોકાણકારો અને વકીલોએ તેનો સાથ આપ્યો છે.

જો કે, તેમને ક્યારેય ખ્યાલ ન આવ્યો કે આખરે આખો ખેલ શું ચાલી રહ્યો છે. ટેક્સ ચોરીના આ સનસનીખેજ ગોટાળાને 2006-2011 વચ્ચે અંજામ આપવામાં આવ્યો. ખાસ વાત તો એ છે કે, દુબઈ નિવાસી ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક સંજય શાહ પણ આ ટેક્સ ચોરીમાં સામેલ હતા. તેમણે માર્ટિન તથા પોલની જેમ કોમેક્સ ટ્રેડિંગ જેમ ડેનમાર્કના સરકારી ખજાના પર 2 અબજ ડોલર (14 હજાર કરોડ રૂપિયા)નો ચૂનો લગાવ્યો.

જો કે, શાહે કોઈ પણ પ્રકારના ફ્રોડમાં પોતાનો હાથ હોવાનો સ્પષ્ટપણે ઈનકાર કર્યો છે. માર્ટિન અને પોલ બેન્ક ઓફ અમેરિકાની ઈન્વેસ્ટમેન્ટ બેન્ક શાખા મેરિલ લિંચ માટે કામ કરતા હતા. વર્ષ 2004માં બન્નેની મુલાકાત લંડનમાં થઈ હતી. માર્ટિન બ્રિટન તો પોલ ન્યૂઝીલેન્ડનો રહેવાસી હતો. અહિં બન્નેએ મળીને કોમેક્સ ટ્રેડિંગ નામે સ્કીમ શરૂ કરી.

આ હેઠળ રોકાણકારોને ડબલ ટેક્સેશન એટલે કે બમણા ટેક્સથી બચાવવામાં આવતા હતા. આનો અર્થ એ કે, રોકાણથી થનાર કમાણી પર ન્યૂનતમ ટેક્સ લાગશે અને વધુમાં વધુ બચત થશે. માર્ટિન અને પોલ એટલા જાણકાર અને ચાલાક હતા કે ડિવિડન્ડ ટેક્સ પેમેન્ટ પર ડબલ રિફંડ લેતા હતા. આ આખી રમત યોગ્ય ટાઈમિંગ અને કાયદાની નબળાઈઓના ઉપયોગથી ચાલી રહી હતી.

આ કામમાં તેમણે મહારત હાંસિલ કરી હતી. વધુ બચતને કારણે કોમેક્સ ટ્રેડિંગનો કારોબાર તેજીથી ફેલાતો ગયો. બન્નેની ટેક્સ ચોરીની આ જાળમાં ફસાઈને જર્મનીને સૌથી મોટું નુકશાન થયું. તેના ખજાનાને 30 અબજ ડોલર (2.1 લાખ કરોડ રૂપિયા)નો ચૂનો લાગ્યો. જર્મની બાદ ફ્રાન્સ 17 અબજ ડોલર ( લગભગ 1.2 લાખ કરોડ રૂપિયા)ની ટેક્સ ચોરીનો શિકાર બન્યું.

આ સિવાય સ્પેન, ઈટલી, બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયા, નોર્વે, ફિનલેન્ડ, પોલેન્ડ જેવા દેશોને પણ ચોરીથી ભારે નુકશાન ઉઠાવવું પડ્યું છે. આ ટેક્સ ચોરીના કેસની સુનાવણી હાલ બોન (જર્મની)ની એક કોર્ટમાં ગયા વર્ષે સપ્ટેમ્બરથી ચાલી રહી છે. આ વર્ષે ફેબ્રુઆરી સુધી ચાલનાર કોર્ટની સુનાવણીમાં સ્થાનીક સરકારી વકીલો સામે મોટો પડકાર માર્ટિન અને પોલને દોષી સાબિત કરવાનો છે. તેમણે જણાવ્યું કે, કઈ રીતે સ્કીમ દ્વારા મોટી કર ચોરી થઈ. જર્મનીના અધિકારીઓએ આ કેસમાં 400 અન્ય શંકાસ્પદની પણ ઓળખ કરી છે. તેમને પણ કોર્ટમાં ઘસડી જવાની તૈયારીઓ ચાલી રહી છે.

READ ALSO

Related posts

ગુજરાતનો એક એવો શૈક્ષણિક કોર્ષ જ્યાં ભણતર મળ્યું પણ નોકરી ન મળી, વિદ્યાર્થીઓના ધરણા

Nilesh Jethva

બહેનનો પ્રણય નહોતો ગમતો ભાઈને, ગુસ્સે આવી બહેનના પ્રાઈવેટ પાર્ટને ગોળીથી ઉડાવી દીધું

Bansari

ભુજની સહજાનંદ કોલેજના વિવાદ મામલે 4 લોકોની ધરપકડ, મહિલા આયોગે આપી આ ખાતરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!