GSTV

પ્રધાનમંત્રીના લગ્નને ત્રીજી વાર પણ રોકવામાં આવ્યા, આવી અડચણોના કારણે નથી લઈ શકતા ફેરા

ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટિયો ફ્રેડરિક્સેનના લગ્નને ત્રીજી વાર પણ સ્થગિત કરી દેવામાં આવ્યા છે. યુરોપિયા શિખર સંમેલનના કારણે પ્રધાનમંત્રીના લગ્નને ફરી એક વાર સ્થગિત કરી દેવામાં આવ્યા છે.

ફેસબુક પર પોતાની અને પોતાની પ્રેમી બોની તસ્વીરો પોસ્ટ કરતા તેમણે લખ્યુ છે કે, તે પોતાના આ અદ્ભૂત પુરુષ સાથે લગ્ન કરવા માટે ઉત્સુક છે.

પણ તેમણે સાથે એમ પણ કહ્યુ છે કે, યુરોપીય આયોગ બ્રસેલ્સમાં તે દિવસે બેઠક કરી રહ્યા હતા, જ્યારે તેમના લગ્નની તારીખ નક્કી થઈ હતી, અને લગ્ન કરવામાં તેમને અડચણો આવી.

પોતાના ફેસબુકમાં તેમણે લખ્યુ છે કે, તેમણે ફરી એક વાર લગ્નને સ્થગિત કરવા પડ્યા છે. કેમ કે તેમને પોતાનું કામ એક પ્રધાનમંત્રી તરીકે કરવાનું હતું. સાથે સાથે ડેનમાર્કના હિતોને પણ ધ્યાનમાં રાખવાના હતા. તે નજીકના ભવિષ્યમાં પોતાના પ્રેમી સાથે લગ્ન કરવાની આશા સેવી રહી છે.

અહીં એ યાદ રાખવુ ઘટે કે, યુરોપિય સંઘની મુખ્ય બેઠકો બ્રસેલ્સમાં 17 અને 18 જૂલાઈ સુધી થઈ રહી છે. આ બેઠકમાં યુરોપિય સંઘના 27 દેશોના શાસનકર્તાઓ સામેલ થવાના છે.

READ ALSO

Related posts

રિલાયન્સ જીયોની વધુ એક ધમાકેદાર ઑફર, મળશે આ ખાસ સુવિધાઓ

Mansi Patel

જૂનાગઢ/ સીએમ રૂપાણીના હસ્તે ભૂર્ગભ ગટર યોજનાનું લોકાર્પણ, ગિરનારમાં સિંહ દર્શન શરૂ કરવા રજૂઆત

Pravin Makwana

ખાસ વાંચો/ તમારો ચહેરો અને અવાજ નક્કી કરશે તમે કેટલા વિશ્વાસપાત્ર છો,આ ટેસ્ટમાં ફેલ થયા તો નહીં મળે લોન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!