GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

ઈંગ્લેન્ડના આ ખેલાડીએ ક્રિકેટની સાથે સાથે ફૂટબોલમાં પણ કરી હતી કમાલ

ડેનિસ કોમ્પટન ઇંગ્લેન્ડના સર્વકાલીન મહાન ક્રિકેટરમાં સ્થાન ધરાવે છે. 1937થી 1957 દરમિયાન ડેનિસ કોમ્પટન ઇંગ્લેન્ડ માટે 78 ટેસ્ટ રમ્યા હતા. પોતાની કાબેલિયતથી તેઓ બીજા વિશ્વ યુદ્ધ બાદ ઇંગ્લેન્ડના હિરો બની ગયા હતા. ટેસ્ટ ક્રિકેટમાં ડેનિસ કોમ્પ્ટને 50.06ની સરેરાશથી 5807 રન બનાવ્યા હતા. 1918ની 23મી મેએ જન્મેલા ડેનિસ કોમ્પ્ટનનો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો રેકોર્ડ પણ લાજવાબ હતો. તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 40 હજારથી વધુ રન અને 622 વિકેટ ખેરવી હતી. ટેસ્ટ ક્રિકેટમાં તેમણે 17 સદી ફટકારી જેમાંની 13 સદી ઇંગ્લેન્ડના મેદાન પર ફટકારી હતી. 1954માં તેમણે પોતાનો સર્વોચ્ચ સ્કોર 278 રન નોંધાવ્યો હતો. જોકે રસપ્રદ બાબત એ છે કે ડેનિસ કોમ્પટન ભારત સામે એકેય સદી ફટકારી શક્યા ન હતા. ક્રિકેટ ઉપરાંત ડેનિસ કોમ્પટન મોડેલિંગ કરતા હતા અને કમાણીનું વધારાનું સાધન બનાવી દીધું હતું. એક કંપની માટે તેઓ હેર જેઇલમાં ચમક્યા અને એટલી લોકપ્રિયતા હાંસલ કરી કે એ બ્રાન્ડના પર્યાય જ બની ગયા હતા.

ક્રિકેટ પહેલાં જ બન્યા ફેમસ

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આગમન અગાઉથી જ તેઓ લોકપ્રિય બની ગયા હતા કેમ કે તેઓ એક કાબેલ ફૂટબોલર હતા. તેમણે 1934-35માં નનહેડ ફૂટબોલ ક્લબ આર્સેનલની સાથે પોતાની ફૂટબોલ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમના પ્રદર્શનને કારણે 1948માં આર્સેનલની ટીમ લીગ ચેમ્પિયન બની હતી. આ ઉપરાંત તેમણે 1950માં પોતાની ક્લબને એફએ કપમાં ચેમ્પિયન બનાવી હતી.  1997ની 23મી એપ્રિલે આ બહૂમુખી પ્રતિભાએ દુનિયામાંથી વિદાય લીધી હતી.

READ ALSO

Related posts

કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્ર પર અંદાજ કરતા ઘણી વધારે થઈ અસર

Nilesh Jethva

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!