જો તમને આવું જીન્સ પહેરવાની આદત હોય તો ચેતી જજો, આ જીવ લેણ બીમારીનો ભોગ બની જશો

પોતાને ફેશનેબલ બતાવવા માટે છોકરીઓ નવી નવી ફેશન ફોલો કરતી રહે છે. પરંતુ શું તમે જાણો છો? એક્સપર્ટ્સે જણાવ્યા અનુસાર ટાઇટ જીન્સ પહેરવાથી થાઇઝમાં બ્લડ સ્ર્કુલેશન રોકાઇ જાય છે અને પગના પાછળનો ભાગ પણ ફુલી જાય છે જે કેટલીક વખત વ્યક્તિને બેભાન કરી દે છે. રિસર્ચ અનુસાર એવા જીન્સ પહેરવાથી સ્કિન કેન્સરનું જોખમ પણ ખૂબ જ વધી જાય છે. તાજેતરમાં જ એવા ઘણા કેસ સામે આવ્યા છે.

ડેનિમ જીન્સની ફેશન તો એવરગ્રીન છે જો કે તેમાં સ્ટાઇલ બદલાતી રહે છે. ક્યારેક રિપ્ડ તો ક્યારેક સ્કીનિ જીન્સની ફેશન. હાલમાં લો વેસ્ટમાં સ્કિની અને ટાઇટ ફિટેડ જીન્સનો ખૂબ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પરંતુ સ્કિની જીન્સ પહેરવાની શોખીન છોકરીઓને પીઠથી લઇને એડી સુધીની પરેશાનીઓ થઇ શકે છે. આટલું જ નહીં ટાઇટ અને ફિટેડ જીન્સ સ્કિન કેન્સરનું જોખમ પણ વધારે છે.

સ્કિન ટાઇટ જીન્સ પહેરવા અને હાઇજીન ના રહેવાના કારણે નાની ઉંમરની છોકરીઓ યૂટ્રેસ ઇન્ફેક્શનનો શિકાર થઇ રહી છે. શરૂઆતના સ્ટેજમાં છોકરીઓને આ ઇન્ફેક્શન માટે જાણ થતી નથી. જેના કારણે સમયસર ઇલાજ શરૂ ન થવાના કારણે ટ્યૂબમાં સ્થાઇ રીતે બ્લોકજ આવી શકે છે અને આગળ જઇને માતા બનવામાં મુશ્કેલીઓ આવી શકે છે.

પુરુષોના સ્વાસ્થ્ય માટે પણ ટાઇટ જીન્સ પહેરવું હાનિકારક હોઇ શકે છે. વાસ્તવમાં એમના અંડકોષ સુધી થતો રક્ત સંચાર રોકવાની સાથે જ અંડકોષમાં વિકૃતિ પણ થઇ શકે છે. જીન્સ પહેરવાથી રક્ત-સંચારની સ્વાભાવિક પ્રક્રિયામાં અવરોધ થાય છે.

આ પ્રકારના જીન્સ પહેરવાથી બ્લક સર્કુલેશન ખરાબ થાય છે, જેનાથી સાંધાની મૂવમેન્ટમાં સમસ્યાની સાથે મસલ્સ પણ કડક થઇ જાય છે. એનાથી નાની ઉંમરમાં જ સાંધામાં દુખાવો અને સોજાની પરેશાનીઓ થવા લાગે છે.

જો તમે 7-8 કલાકથી વધારે ટાઇટ જીન્સ પહેરી રાખો છો તો આ તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઇ શકે છે. સાથે જ સ્કિન ટાઇટ જીન્સ પહેર્યા બાદ જો તમે દિવસભર ઊભા રહેવાથી અથવા બેસવાનું કામ કરે છે. તો પણ તમારા માટે આ જોખમનું કામ છે.

ટાઇટ જીન્સ પહેરવાથી પેટના નીચેના ભાગમાં એક સંવેદનશીલ નસ પ્રભાવિત થાય છે. એનાથી ઘૂંટણો અને થાઇઝમાં બળતરા પણ થઇ શકે છે. આ સિન્ડ્રોમથી પગમાં દુખાવો અને પાચન સંબંધી ફરિયાદ થવાનો ખતરો રહે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter