ભારતીય સૈનિક પૂર્વ લદ્દાખ ક્ષેત્રમાં ચીના સૈનિકો સામે અભેદ્ય દિવાલ બનીને ઉભા છે, ત્યારે બીજી તરફ કપટી ડ્રેગનના નાપાક ઈરાદાઓ પર પાણી ફરી ગયું છે. ઉલ્લેખનીય છે કે જ્યારે 29-30 ઓગસ્ટની રાત્રીએ ભારતીય સૈનિકોએ રણનીતીક રીતે ઘણી મહત્વની ટેકરીઓ પર પોતાની મોર્ચાબંધી મજબુત કરી લીધી છે ત્યારે ચીન હતાશ અને બોખલાઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા મહિનાઓથી ચીન સાથે સરહદ પર તણાવ ચાલી રહ્યો છે. તમામ સ્તરની બેઠકો પણ યોજાઈ રહી છે. ત્યારે તમામ મોરચા પર નિષ્ફળ ગયા પછી પણ નાપાક હરકતમાંથી ઉચું નથી આવી રહ્યું.
ચીન હતાશ અને બોખલાઈ ગયું

મોર્ચાબંધી મજબુત કરી લીધી છે ત્યારે ચીન હતાશ અને બોખલાઈ ગયું
કપટી ચીન પોતાના પ્રોપગૈંડા મશીનરીનો વપરાશ કરીને સતત જુઠ્ઠાણું ચલાવી રહ્યું છે. નોંધનીય છે કે હવે ડ્રેગન એવી અફવાહ ફેલાઈ રહ્યું છે કે ચીની સૈનિકોએ એકપણ ગોળી ચલાવ્યા વગર ભારતીય સૈનિકોને બે ટેકરીઓથી ખદેડી દીધા છે, અને તેના પર કબ્જો જમાવી લીધો છે. ત્યારે આ મામલે ભારતીય સેનાે આ મામલે પ્રતિક્રિયા આપતાજણાવ્યું કે આ દાવો સંપૂર્ણ પણે જુઠ્ઠો અને પાયા વિહોણો છે.


આ દાવો સંપૂર્ણ પણે જુઠ્ઠો અને પાયા વિહોણો

ઉલ્લેખનીય છે કે આ જુઠ્ઠો દાવો બીજિંગ સ્થિત રેનમિન યુનિવર્સીટી (Renmin University)માં આંતરાષ્ટ્રીય સંબંધના પ્રોફેસર જિન કૈનરોન્ગે જણાવ્યું છે. તેમણે જણાવ્યું છે કે ચીની સૈનિકોએ 29 ઓગસ્ટના રોજ ભારતીય સૈનિકો પર ડાયરેક્ટેડ એનર્જી વેપન્સ (DEWs) ફાયર કર્યું, ચીની સૈનિકોના આ હુમલામાં ભારતીય સેનાના કબ્જા વાળી બે પોસ્ટનો માહોલ માઈક્રોવેવ ઓવન જેવો થઈ ગયો હતો. આ ઘાતક હથિયારનો વપરાશ બે પોસ્ટ પર કરવામાં આવ્યો હતો.
ભારતીય સૈનિકો પર ડાયરેક્ટેડ એનર્જી વેપન્સ (DEWs) ફાયર કર્યું
અને ત્યાં ફરજ પર હાજર સૈનિકો ઉલ્ટીઓ કરવા લાગ્યા અને પોસ્ટથી પાછળ હઠી ગયા. આવી રીતે PLA)એ બન્ને પોસ્ટો પર ફરીથી કબ્જો જમાવી લીધો. નોંધનીય છે કે આ મામલે ભારતીય સેના એ જણાવ્યું કે આ દાવો તદ્દન ખોટો છે અને પાયા વિહોણો છે.
READ ALSO
- ભાવનગર/ શિવાજી સર્કલ વિસ્તારના આરોગ્ય કેન્દ્રમાં રસીકરણનો પ્રારંભ, 8 હજાર લોકોને રસી આપવાનો ટાર્ગેટ
- શું ઉર્વશીએ કરી લીઘા લગ્ન ? માંગમાં સિંદૂર લગાવેલા લુકમાં જોવા મળી ઉર્વશી
- વડોદરા/ ચોરંડા ગામે જંગલી પ્રાણીનો શિકાર કરવા ગયેલા મિત્રનું મિસફાયર થતાં થયું મોત, પોલીસે તપાસ આદરી
- 700 વર્ષ બાદ આ રાશિ પર મેહરબાન થયા શનિદેવ, જાણો ક્યાંક તમારી તો નથી આ રાશિ
- પાટણ જિલ્લામાં વીજકર્મીઓએ આંદોલન છેડ્યૂ, 21 તારીખે વીજ કર્મચારીઓ માસ સીએલ પર જશે