GSTV

જો તમને પહેલાં આ બિમારી થઈ ચૂકી છે તો કોરોના સામે લડવામાં મળશે મદદ, સ્ટડીમાં દાવો

કોરોના વાયરસ પર સંશોધનકારોનું સંશોધન ચાલી રહ્યું છે અને તેના વિશે નવી વાતો જાણવા મળે છે. હવે એક નવા અધ્યયનમાં ડેન્ગ્યુ ફીવર અને કોરોના વાયરસની વચ્ચે એક કડી મળી છે. અધ્યયન મુજબ, જે લોકોને એકવાર ડેન્ગ્યુનો તાવ આવ્યો છે, તેમના શરીરમાં પ્રતિરક્ષા હોય છે જે કોરોના વાયરસ સામે લડવામાં મદદ કરે છે. અભ્યાસને સમજાવવા માટે, બ્રાઝિલનું એક ઉદાહરણ આપવામાં આવ્યું છે, જ્યાં ગયા વર્ષે ડેન્ગ્યુનો પ્રકોપ ફેલાયો હતો.

આ અધ્યયનના લેખક ડ્યુક યુનિવર્સિટીના પ્રોફેસર મિગુએલ નિકોલેલિસ છે. રાયટર્સ સાથેની વાતચીતમાં, નિકોલેલિસે જણાવ્યું હતું કે,કેટલાક સ્થળોએ 2019, 2020 માં ફેલાયેલાં ડેન્ગ્યુ અને કોરોના વાયરસ વચ્ચે સંબંધ હતો. નિકોલેલિસે જણાવ્યું હતું કે આ વર્ષે અથવા ગયા વર્ષે ડેન્ગ્યુનો ફેલાવો થયો હતો ત્યાં કોરોના વાયરસનો ચેપ દર ઓછો હતો અને ચેપ ખૂબ જ ધીરે ધીરે ફેલાઇ રહ્યો છે.

અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ડેન્ગ્યુના ફ્લેવીવાયરસ સેરોટાઇપ અને SARS-CoV-2 વચ્ચે છુપાયેલો સંબંધ છે. ડેન્ગ્યુ વાયરસ એન્ટિબોડીઝ કોરોના વાયરસ પર કામ કરે છે. જો આ સાચું સાબિત થાય છે, તો પછી એમ કહી શકાય કે ડેન્ગ્યુના ચેપ અથવા ડેન્ગ્યુની સલામત અને અસરકારક રસી કોરોના વાયરસ સામે થોડી હદ સુધી રક્ષણ આપી શકે છે.

નિકોલિસે કહ્યું કે અભ્યાસના આ પરિણામો રસપ્રદ છે કારણ કે અગાઉના કેટલાંક અભ્યાસોમાં એવું બહાર આવ્યું છે કે જેમના લોહીમાં ડેન્ગ્યુની એન્ટિબોડીઝ જોવા મળે છે, તેઓ કોરોના વાયરસથી સંક્રમિત ન હોવા છતાં પણ તેઓ પરીક્ષણમાં ખોટી રીતે પોઝીટીવ આવે છે. નિકોલિસે કહ્યું, “આ સૂચવે છે કે બંને વાયરસ વચ્ચે રોગપ્રતિકારક સંબંધ પણ હોઈ શકે છે, જેની કોઈને અપેક્ષા નહોતી કારણ કે આ બંને વાયરસ એક બીજાથી સંપૂર્ણપણે અલગ છે.”

જો કે, નિકોલિસે કહ્યું કે આ બંને વાયરસ વચ્ચેના સંબંધ વિશે જાણવા માટે વધુ અભ્યાસ કરવાની જરૂર છે. નિકોલેલિસનો આ અભ્યાસ હજી પ્રકાશિત થયો નથી અને તેને સમીક્ષા માટે MedRxiv પ્રિપ્રિન્ટ સર્વર પર મૂકવામાં આવ્યો છે. આ અધ્યયનમાં કેટલાક બ્રાઝિલિયન વસ્તીમાં કોરોના વાયરસ અને ડેન્ગ્યુના ફેલાવાના કારણે શરીરમાં બનેલા એન્ટિબોડીઝ વચ્ચે નોંધપાત્ર સંબંધ જોવા મળ્યો છે. તો, બ્રાઝિલના કેટલાક ભાગોમાં કોરોના વાયરસના ઘણા કેસો મળી આવ્યા હતા.

ગયા વર્ષે અને આ વર્ષની શરૂઆતમાં, બ્રાઝિલના કેટલાક ભાગોમાં ડેન્ગ્યુની ભારે અસર થઈ હતી. બ્રાઝિલના અન્ય ભાગોની તુલનામાં, આ ભાગોમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન ફેલાવવામાં વધુ સમય લાગ્યો. સંશોધનકારોને ડેન્ગ્યુના કેસો અને COVID-19ની ધીમી ગતિ વચ્ચે મજબૂત સંબંધ મળ્યો. નિકોલિસે કહ્યું, ‘અધ્યયનનાં પરિણામો આશ્ચર્યજનક હતા, વિજ્ઞાનમાં આવું જ થાય છે. તમે એક વસ્તુ વિશે જાણો છો અને તમે એવી કોઈ બાબતનો સામનો કરો છો જેની તમે કલ્પના પણ નહોતી કરી.

READ ALSO

Related posts

મહામારી વકરી/ દિલ્હીમાં દર કલાકે પાંચ લોકોના કોરોનાથી મોત, મહારાષ્ટ્રમાં પ્રવેશમાં માટે સરકારે બનાવ્યા સખ્ત કાયદા

pratik shah

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!