GSTV

ખુશખબર / ભારતીય વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા: ડેંગ્યુ દવા શોધી, જાણો ક્યા સુધી લોકોને મળશે

Last Updated on September 17, 2021 by Zainul Ansari

ડેંગ્યુની સારવાર માટે દવાનું રિસર્ચ કરી રહેલા વૈજ્ઞાનિકોને એક મોટી સફળતા હાથ લાગી છે. લખનૌની કેન્દ્રીય ઔષધિ સંશોધન સંસ્થા (સીએસઆઈઆર-સીડીઆરઆઈ)ના વૈજ્ઞાનિકોએ 2 ડ્રગ શોધી કાઢ્યા છે. તેનું પ્રથમ ચરણનું ઉંદરો પરનું ટ્રાયલ પણ સફળ રહ્યું છે અને ટૂંક સમયમાં જ મનુષ્ય પર પરીક્ષણ કરવામાં આવશે.

Dengue

દર વર્ષે સપ્ટેમ્બર મહિનો આવતા જ ડેંગ્યુનું જોખમ વધવા લાગે છે. શરૂઆતમાં તો તે સામાન્ય તાવ લાગે છે પરંતુ યોગ્ય સારવારની ઉણપ અને મોડું થવાના કારણે તે જીવલેણ બની જાય છે. આ ડ્રગ અત્યાર સુધી થ્રોમબોસેસની સારવાર માટે પ્રયોગમાં લેવાતું હતું. હાલ ઉંદરો પર તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ મનુષ્ય પરની ટ્રાયલ બાદ તે દવા લોકો માટે ઉપલબ્ધ થશે. સીડીઆરઆઈના ડિરેક્ટર પ્રોફેસર તપસ કુંડૂએ જણાવ્યું કે, આ દવાઓ ડેંગ્યુના દર્દીઓ પર સંપૂર્ણપણે કારગર નીવડશે. હ્યુમન ટ્રાયલ બાદ દવાને પેટન્ટ કરાવીને તરત જ બજારમાં ઉતારવામાં આવશે.

ભારતમાં મૃત્યુઆંક ઉંચો

ઉલ્લેખનીય છે કે, ભારતમાં ડેંગ્યુનો મૃતકઆંક ખૂબ જ ઉંચો છે. તેનું કારણ ડેંગ્યુની સારવાર માટે કોઈ ચોક્કસ દવા ઉપલબ્ધ નથી તે કહી શકાય. માત્ર તેના લક્ષણોના આધારે સારવાર કરવામાં આવે છે. તેવામાં વૈજ્ઞાનિકોનું આ સંશોધન દેશની સાથે સાથે સમગ્ર વિશ્વના દર્દીઓ માટે ખૂબ મહત્વનું ગણાઈ રહ્યું છે.

Read Also

Related posts

1.5 લાખ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખુલશે, કેન્સર-ડાયાબિટીસ જેવા ગંભીર રોગોની થશે સારવાર

Vishvesh Dave

આ છે ભારતનો સ્પાઈડર મેન : જેને આ રીતે પણ આ રીતે સ્પર્શી નથી શકતું.. તે આ રીતે લગાવે છે તાર ઉપર દોડ

Vishvesh Dave

બિહાર રાજકારણ / RJD સુપ્રીમો લાલુ પ્રસાદ નીતિશ કુમારની કરાવી શકે છે હત્યા, મુખ્યમંત્રીનું મોટું નિવેદન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!