ખોડા ની સમસ્યા લગભગ સર્વસામાન્ય હોય છે. વરસાદી માહોલમાં ઘણી વખત ખોડાની સમસ્યા સતાવવા લાગે છે. આમ તો આ સમસ્યા સામાન્ય થઇ ગઇ છે. પણ ચોમાસામાં તે ખુબ વધુ પ્રમાણમાં હોય છે. જેને કારણે માથામાં વારંવાર ખંજવાળ આવે છે અને વાળ પણ ખરવા લાગે છે.
તેથી જ અમે આપની માટે પાંચ આસાન ટિપ્સ લઇને આવ્યા છીએ જે કેમિકલ મુક્ત છે અને આ માટે તમારે વધારાનો ખર્ચો કરવાની પણ જરૂર નથી. કારણ કે તે તેમારા ઘરમાં જ ઉપલબ્ધ છે.
૧. મેથી –
મેથીમાં એમીનો એસિડ ભરપૂર પ્રમાણમાં રહેલા છે. જેનો પેક લગાવવાથી કે સેવન કરવાથી વાળ હેલ્ધી રહે છે. જો તમને માથામાં ખોડો થવાની સમસ્યા છે તો તમે મેથીને પીસીને તેનો પેક બનાવીને લગાવી શકો છો. તેનાથી ન ફક્ત ખોડાની સમસ્યા દૂર થશે પરંતુ વાળ પણ યોગ્ય રીતે કંડિશનિંગ થઇ જશે.
૨. લીંબુ-
ખોડાની સમસ્યા થવા પર લીંબુનો ઉપયોગ કરો. વાળ ખરવાના કારણે લીંબુને સ્કેલ્પ પર લગાવી લો અને આશરે 5 મિનિટ સુધી રહેવા દો. ત્યાર પછી ઠંડા પાણીથી વાળને બરાબર ધોઇ લો. અઠવાડિયામાં ફક્ત બે વખત સ્કેલ્પ પર લીંબુ લગાવવાથી ખોડાની સમસ્યાથી છૂટકારો મળે છે.
૩. લીમડો –
લીમડો ખોડાને જડમૂળથી દૂર કરે છે. અડધો કપ પાણીમાં ૪ લીમડાની પાન મિક્સ કરીને ઉકાળી લો અને તેને પેસ્ટ બનાવી લો. તેને વાળમાં લગાવો. ત્યાર પછી શેમ્પુથી વાળને બરાબર ધોઇ લો. અઠવાડિયામાં ઓછામાં ઓછામાં ત્રણ વખત તેનો ઉપયોગ કરો.
૪. બેકિંગ સોડા –
એક ચમચી બેકિંગ સોડામાં થોડૂંક પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને વાળના મૂળમાં લગાવી લો. તેને ઓછામાં ઓછામાં ૩ મિનિટ સુધી રહેવા દો. બેકિંગ સોડાની પેસ્ટ લગાવવાખી વાળની ગંદકી સાફ થઇ જશે. અઠવાડિયામાં એક વખત તેનો ઉપયોગ કરવાથી તમે ખોડાની સમસ્યાથી રાહત મેળવી શકો છો.
૫. વિનેગર –
વિનેગર પણ ખોડાને દૂર કરવામાં મદદરૂપ છે. અડધા ટબ પાણીમાં પાંચ મિલીલીટર વિનેગર મિક્સ કરી લો. શેમ્પુ કર્યા પછી વાળને વિનેગર વાળા પાણીથી ધોઇ લો. આવું અઠવાડિયામાં બે વખત કરો. આ નુસખો અપનાવવાથી થોડાક જ દિવસમાં ફરક જોવા મળી શકે છે.