GSTV
Home » News » ગુજરાતમાં સળંગ 50 દિવસ લોકલ ટ્રેનો આંશિક રદ, ૬ ટ્રેનો પાંચ દિવસ માટે રદ

ગુજરાતમાં સળંગ 50 દિવસ લોકલ ટ્રેનો આંશિક રદ, ૬ ટ્રેનો પાંચ દિવસ માટે રદ

પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં કલોલ-મહેસાણા વચ્ચે મરામતના કામને લઇને આગામી તા.૨ જાન્યુઆરી સુધી કુલ ૬ ટ્રેનો રદ રહેશે. તેમજ ૨ જાન્યુઆરીથી સળંગ ૫૦ દિવસ માટે લોકલ ટ્રેનોને આંશિક રદ કરાઇ છે જેને લઇને પણ અમદાવાદથી ઉત્તર ગુજરાત, વડોદરા અને ગાંધીનગર અને ખેડા-આણંદ તરફની લોકલ ટ્રેન સેવાને અસર થનાર છે.

ટ્રેન નં.૭૯૪૩૧ અમદાવાદ-મહેસાણા ડેમુ પેસેન્જર, ૭૯૪૩૫/૩૬ અમદાવાદ-મહેસાણા-પાટણ-અમદાવાદ પેસેન્જર અને ટ્રેન નં.૭૯૪૩૭ મહેસાણા -આબુ રોડ પેસેન્જર આગામી તા. ૧ જાન્યુઆરી સુધી સંપૂર્ણ રદ કરી દેવામાં આવી છે. જ્યારે ટ્રેન નં. ૭૯૪૩૨ મહેસાણા-અમદાવાદ ડેમુ પેસેન્જર તેમજ ૭૯૪૩૮ આબુરોડ-મહેસાણા પેસેન્જર તા.૨ જાન્યુઆરી સુધી રદ કરી દેવામાં આવી છે. જેથી અમદાવાદથી ઉત્તર ગુજરાત જતી લોકલ ટ્રેનોના મુસાફરોએ આગામી ૬ દિવસ માટે હાલાકી ભોગવવી પડશે.

તા.૨ જાન્યુઆરીથી અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં.૧ પર મરામતના કામને લીધે લોકલ ટ્રેનોને વટવા અને સાબરમતી સુધી ટૂંકાવાઇ છે. આ ૫૦ દિવસ માટે અમદાવાદ-ગાંધીનગર-અમદાવાદ મેમુ અને આણંદ-ગાંધીનગર-આણંદ મેમુ સંપૂર્ણ રદ કરાઇ છે.

કઇ ટ્રેનો 50 દિવસ માટે વટવા-અમદાવાદ વચ્ચે રદ રહેશે

– ૬૯૧૧૩ વડોદરા-અમદાવાદ મેમુ પેસેન્જર

– ૬૯૧૦૬ અમદાવાદ-આણંદ મેમુ પેસેન્જર

– ૬૯૧૦૧ વડોદરા-અમદાવાદ મેમુ પેસેન્જર

– ૬૯૧૨૮ અમદાવાદ-આણંદ મેમુ પેસેન્જર

– ૬૯૧૧૫ વડોદરા-અમદાવાદ મેમુ પેસેન્જર

– ૬૯૧૦૨ અમદાવાદ-વડોદરા મેમુ પેસેન્જર

કઇ ટ્રેનો 50 દિવસ માટે સાબરમતી-અમદાવાદ વચ્ચે રદ રહેશે

–       ૭૯૪૩૧/૩૨ અમદાવાદ-મહેસાણા-અમદાવાદ ડેમુ પેસેન્જર

–       ૭૯૪૩૩/૩૪ અમદાવાદ-પાટણ-અમદાવાદ ડેમુ પેસેન્જર

–       ૭૯૪૩૫/૩૬ અમદાવાદ-પાટણ ડેમુ પેસેન્જર

–       ૫૯૪૭૪ પાટણ-અમદાવાદ પેસેન્જર

Related posts

પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, વધુ સાત નેતાઓ ભાજપમાં જોડાયા

Nilesh Jethva

હું આખા દેશમાં કોંગ્રેસમાં ધારુ ત્યાં ટીકિટ અપાવી શકું, અલ્પેશ ઠાકોરનો વધુ એક વીડિયો વાયરલ

Nilesh Jethva

અયોધ્યામાં મોટી સંખ્યામાં પોલીસ બંધોબસ્ત ગોઠવાયો, ધારા 144 લાગતા અનેક તર્ક વિતર્ક

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!