GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

25 તારીખે ભાજપને ઘેરવા કોંગ્રેસની તાડામાર તૈયારી, ધાનાણી-ચાવડા આ કામ માટે દિલ્હીમાં

Rajya Sabha

કોંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાત કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાની દિશામાં વિચારણા કરી છે જેના કારણે પ્રદેશનુ નવુ માળખુ રચવા તૈયારીઓ કરવામાં આવી રહી છે. જોકે,આ વખતે હાઇકમાન્ડે માત્ર ૮૦ જણાંનો પ્રદેશના માળખામાં સમાવેશ કરવા નક્કી કર્યું છે.

આ ઉપરાંત રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયાના આદેશને પગલે આિર્થક મંદી,મોંઘવારી સહિત પ્રજાલક્ષી પ્રશ્નોના મુદ્દે ગુજરાત કોંગ્રેસે તા.૨૫ નવેમ્બરે અમદાવાદમા વિરોધ પ્રદર્શન કરવા આયોજન ઘડયું છે.આંદોલનાત્મક કાર્યક્રમ ઉપરાંત સંગઠનની રચના મુદ્દે હાઇકમાન્ડ સાથે ચર્ચા કરવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી દિલ્હી પહોંચ્યાં છે.

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ ખાતુ ય ખોલાવી શકી નહીં ત્યારબાદથી હાઇકમાન્ડ ગુજરાત કોંગ્રેસના નેતાઓથી ભારોભાર નારાજ છે. કોંગ્રેસના સિનિયર નેતાઓ પણ સંગઠન પર પક્કડ જમાવી શક્યા નથી. આ જોતાં હાઇકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનુ આખેઆખુ માળખુ વિખેરી નાખ્યું હતું.

સૂત્રોના મતે, શનિવારે દિલ્હીમાં મોડી સાંજે હાઇકમાન્ડ સાથે મળેલી બેઠકમાં એવુ નક્કી થયુ કે, આિર્થક મંદી,મોઘવારી સહિતના મુદ્દે દેશવ્યાપી આંદોલનાત્મક કાર્યક્રમ શરૂ કરાયાં છે જેના ભાગરૂપે તા.૨૫મીએ અમદાવાદમાં રાજ્યકક્ષાનુ વિરોધ પ્રદર્શન કરાશે. આ ઉપરાંત તા.૩૦મી નવેમ્બરે દિલ્હીમાં જંતરમંતર ખાતે કોંગ્રેસ જોરદાર દેખાવો કરશે. આ કાર્યક્રમમમાં ગુજરાતમાંથી એક હજાર કરતાં વધુ કોંગ્રેસી કાર્યકરો દિલ્હી જશે.

ગુજરાતના પ્રદેશ માળખા અંગે પણ હાઇકમાન્ડ સાથે ચર્ચા કરાઇ હતી. સૂત્રો કહે છેકે, ૩૦મી નવેમ્બર સુધીમાં પ્રદેશના માળખાની રચના થઇ જશે. આ વખતે ૪૦૦ નહી પણ માત્ર ૮૦-૧૦૦ જણાંની જ પ્રદેશ કક્ષાએ નિમણૂંકો અપાશે.

માત્ર હોદ્દા ભોગવતા નેતાઓને ઘરભેગા કરવા નક્કી કરાયુ છે. પાયાના સંનિષ્ઠ કાર્યકરોને હોદ્દા આપીને સંગઠનને વધુ મજબુત બનાવવા સૂચના અપાઇ છે. જે નેતાઓને પ્રદેશમાં હોદ્દા અપાયા હતાં તેમની કામગીરીનુ ય મૂલ્યાંકન કરવામાં આવી રહ્યુ છે.તે આધારે તેમને પુ:ન હોદ્દા અપાશે.

READ ALSO

Related posts

જૂનાગઢમાં અવિરત વરસાદ, નરસિંહ મહેતા સરોવર ફરી વખત ઓવરફ્લો થયું

pratik shah

ભારતમાં પ્રતિ 10 લાખે અંગદાનનો દર ફક્ત 0.86%, રાજ્યમાં દર વર્ષે સરેરાશ માત્ર 73 મૃત દાતા દ્વારા થાય છે કિડની ટ્રાન્સપ્લાન્ટ

pratik shah

અમદાવાદના કરદાતાના રિટર્નની આકારણી કોલકાતા કે જમશેદપુરથી થશે, આવકવેરા વિભાગ કડક બન્યું

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!