GSTV
Home » News » નોટબંધી અત્યાર સુધીનો સૌથી મોટો ઘોટાળો, વિપક્ષે જાહેર કર્યો Video

નોટબંધી અત્યાર સુધીનો સૌથી મોટો ઘોટાળો, વિપક્ષે જાહેર કર્યો Video

નોટબંધીને લઈ કોંગ્રેસ સહિત પર વિપક્ષે ટેપથી મોદી સરકાર પર વાર કર્યો છે. વિપક્ષે 31 મિનિટનો એક વીડિયો જાહેર કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. નોટ બંધીને લઈ વિપક્ષી પાર્ટીઓએ સંયુક્ત રીતે પત્રકાર પરિષદ કરીને કહ્યું કે નોટબંધીથી ભાજપને ફાયદો મળ્યો છે. વડાપ્રધાને પોતાના ભાષણમાં કહ્યું હતું કે તેનાથી કાળુ નાણું રોકી શકાશે. પરંતુ તેમનો હેતુ એ ન હતો. તેના દ્વારા અનેક ચોકીદારોએ ગરીબોના પૈસા પોતાના ખીસામાં નાંખ્યા છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે સરકાર પર નિશાન સાધીને કહ્યું કે ચોકીદારોએ દેશ સાથે ગદ્દારી કરી છે. નોટબંધીમાં ગરીબોને લૂંટ્યા છે. 31 ડિસેમ્બર બાદ પૈસા બદલાઈ ગયા. નોટ બદલવામાં બેંકોની મિલીભગત હતી. તેમણે નોટબંધીને લઈ એક ટેપ જાહેર કરી છે. જે વીડિયો પૂરી 31 મિનીટની છે. કોંગ્રેસે જે વીડિયોમાં બતાવ્યું છે તેમાં દાવો કરાયો છે કે આ તેમણે નોટબંધીની તપાસ કરતી એક વેબસાઈટથી ડાઉનલોડ કર્યો છે.

Read Also

Related posts

મોડેલ પત્ની સાથે બોટ પર મજા કરી રહ્યો હતો ફૂટબોલર, જે સમયે જીવ મૂકાઈ ગયો હતો જોખમમાં

Arohi

ઝાકીર મૂસા બાદ આતંકનું નવું સરનામું બનેલા હામિદ લોનનું ઈન્ડિયન આર્મીએ ઢીમ ઢાળી દીધું

Mayur

બોલ્ડનેસની હદ વટાવી મલાઈકા અરોરાએ, જુઓ તેનો બિકિની અવતાર

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!