GSTV
Home » News » ધડામ : 118 મીટર ઉંચાઇ ધરાવતા બે ટાવરને 275 કિલો વિસ્ફોટકોની મદદથી તોડી પડાયા, કુલ વજન એક લાખ ટન

ધડામ : 118 મીટર ઉંચાઇ ધરાવતા બે ટાવરને 275 કિલો વિસ્ફોટકોની મદદથી તોડી પડાયા, કુલ વજન એક લાખ ટન

ગુજરાતના પાટનગર તરીકે ગાંધીનગર શહેરની રચના કરવામાં આવી તે વખતે નગરના પાદરે થર્મલ પાવર સ્ટેશન વિકસાવવામાં આવ્યું હતું. આ જીઇબીમાં કોલસામાંથી વિજ ઉત્પાદન કરતા પ્લાન્ટ વર્ષ 1977માં શરૂ કરવામાં આવ્યા હતા. વર્ષ 1977માં કાર્યરત યુનિટ-1 અને યુનિટ-1ની સર્વિસ લાઇફ પુર્ણ થઇ જવાને કારણે વર્ષ 2016માં બન્ને યુનિટ બંધ કરીને તેમાંથી વિજ ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે 118 મીટર ઉંચાઇ 84 મીટર ઘેરાવો ધરાવતા એવા બે કુલીંગ ટાવરને તોડવા માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

અવર-જવર ઓછી હોય તે માટે રવિવારના દિવસને પસંદ કરીને વિવિધ વહિવટી મંજુરી મેળવી આજે બપોરે આ બન્ને મહાકાય ટાવર તોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અહીંથી પસાર થતા સ્ટેટ હાઇવેને બંધ કરી દેવામાં આવ્યો હતો તો પ્રભાવિત વિસ્તારમાં રહેતા 400 જેટલા પરિવારોને પણ ઘર ખાલી કરાવીને સલામત સ્થળ ખસેડવામાં આવ્યા હતા.

બપોરે નિયત કરવામાં આવેલા 3.10 કલાકના સમયે પ્રથમ યુનિટ-૧ને અને ત્યાર બાદ યુનિટ-૨ને એક્સપ્લોઝરનો બ્લાસ્ટ કરી તોડવામાં આવ્યા હતા. આ બન્ને ટાવરોને તોડવા માટે કુલ 275 કિલોગ્રામ એક્સપ્લોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કુલ 2500 જગ્યાએ બ્લાસ્ટ કરીને તબક્કાવાર બન્ને ટાવર જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા.

એક ટાવરનું વજન આશરે 50 હજાર ટન જેટલું હતું એટલે એક લાખ ટન વજન ધરાવતા આ 118 મીટર ઉંચાઇના ટાવરોને કંટ્રોલ બ્લાસ્ટથી તોડી પાડવામાં આવ્યું છે ત્યારે એક્સપ્લોઝરના બ્લાસ્ટથી ડિમોલીશ કરવામાં આવનાર ભારતનું આ સૌથી ઉંચી ઇમારત હોવાનો પણ એજન્સી દ્વારા દાવો કરવામાં આવે છે.અગાઉ પાનીપતમાં આવુ જ નોનયુઝ કુલીંગ ટાવર તોડવામાં આવ્યું હતું પરંતુ તેની ઉંચાઇ પણ આટલી ન હતી.

READ ALSO

Related posts

મોદી સરકાર ‘મંદી’ શબ્દને સ્વિકારવા તૈયાર જ નથી, જો સમસ્યાઓની ઓળખ નહીં થાય તો…

Pravin Makwana

MS ધોનીએ આ ક્રિકેટરો સાથે બાથરૂમમાં સજાવી સંગીતની મહેફિલ, વીડિયો જોઈ મજા પડી જશે

Ankita Trada

અમેરિકન પ્રમુખની મુલાકાતને લઈને સરકારે એક વિવાદિત પરિપત્ર પાડ્યો બહાર, કોલેજના વિદ્યાર્થીઓને આપવી પડશે ફરજીયાત હાજરી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!