GSTV
Home » News » ભોજનને સ્વાદિષ્ટ બનાવતું ચટપટું મરચું, રોજ 50 ગ્રામથી વધુ ખાશો તો બનશો જીવલેણ બીમારીનો ભોગ

ભોજનને સ્વાદિષ્ટ બનાવતું ચટપટું મરચું, રોજ 50 ગ્રામથી વધુ ખાશો તો બનશો જીવલેણ બીમારીનો ભોગ

ભોજનને સ્વાદિષ્ટ અને ચટપટું બનાવવા માટે લોકો અલગ અલગ પ્રકારના મરચાંનો ઉપયોગ કરે છે. પરંતુ તાજેતરમાં થયેલી એક શોધમાં જાણવા મળ્યાનુસાર જે લોકો નિયમિત રીતે 50 ગ્રામથી વધારે મરચું ખાય છે તેમને ડિમેંશિયા થવાનું જોખમ વધારે હોય છે.

આ શોધ ચીનના કેટલાક લોકો પર કરવામાં આવી હતી. આ લોકોની ઉંમર 50થી 55 વર્ષની હતી. આ અધ્યયનમાં જાણવા મળ્યું કે 50 ગ્રામથી વધારે મરચું ખાનાર લોકોના કોન્ગિટિવ ફંક્શનિંગમાં ઝડપથી ઘટાડો થાય છે. જે લોકો નિયમિત રીતે મરચું વધારે પ્રમાણમાં ખાતા હોય છે તેમને ડિમેંશિયા થઈ શકે છે અને તેના કારણે તેમની યાદશક્તિ ઓછી થવા લાગે છે.

શું છે ડિમેંશિયા ? 

ડિમેંશિયા કોઈ બીમારી નથી પરંતુ તે લક્ષણોનો સમૂહ છે. આ લક્ષણો મગજને થતા નુકસાન સાથે સંબંધિત છે. આ સમસ્યાથી પીડિત વ્યક્તિ પોતાની રોજની ગતિવિધિઓને પૂર્ણ કરવા માટે પણ અન્ય પર નિર્ભર થઈ જાય છે. શોધકર્તાઓ અનુસાર આ અધ્યયનમાં એક નહીં અનેક પ્રકારના મરચાંનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં પણ સુકા અને લીલા મરચાંનો સમાવેશ કરાયો હતો.

જો કે આ અધ્યયનમાં કેપ્સિકમ અને મરીનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. માનવામાં આવે છે કે સૌથી વધારે મરચું ચીનમાં ખવાય છે. આ અંગે સાઉથ ઓસ્ટ્રેલિયા યૂનિવર્સિટીના શોધકર્તા મિંગ લીએ જણાવ્યું હતું કે, મરચું દુનિયામાં સૌથી વધારે ઉપયોગમાં આવતો મસાલો છે. તે યૂરોપીય દેશોની સરખામણીમાં એશિયામાં વધારે લોકપ્રિય છે. સિચુઆન અને હુનાના જેવા ચીનના કેટલાક વિસ્તારોમાં તો દર ત્રણમાંથી એક વયસ્ક દિવસમાં મસાલેદાર ભોજન જ કરે છે. મરચાંમાં રહેલું કેપ્સેસિન નામનું તત્વ શરીરના મેટાબોલિઝમને તેજ કરે છે.

Read Also

Related posts

લોકો હવે ઘર કે હોટલમાં નહીં પણ એ જગ્યાએ સેક્સ કરવાનું પસંદ કરે છે જ્યાં હોય છે લોકોની ભીડ, ફોરપ્લેમાં તો…

Arohi

સંભોગ દરમિયાન પતિનો થઈ જતો હતો એવો હાલ કે છોલાઈ જતી હતી ચામડી આખરે…

Arohi

પડોશમાં રહેતા યુવક સાથે પ્રેમ સંબંધ સ્થાપિત થઈ જતા વારંવાર સંબંધો બાંધવાની કરતો હતો માગણી, એક દિવસ તો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!