GSTV
India News Trending

મોટા સમાચાર / જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન પૂર્ણ, ટૂંક સમયમાં ફૂંકાઈ શકે છે ચૂંટણીનું બ્યુગલ, આટલી બેઠકો પર યોજાઈ શકે છે ચૂંટણી

જમ્મુ અને કાશ્મીરના ચૂંટણી નકશાને ફરીથી તૈયાર કરવા માટે રચાયેલ સીમાંકન પંચે ગુરુવારે તેમનોન અંતિમ અહેવાલ પર હસ્તાક્ષર કર્યા છે. આ અહેવાલ કેન્દ્ર સરકારને સોંપ્યા બાદ સરકાર દ્વારા આ અંગે એક ગેઝેટ પત્ર પણ બહાર પાડવામાં આવ્યું છે. કમિશનના અહેવાલ મુજબ, જમ્મુ વિભાગમાં 43 બેઠકો હશે જ્યારે કાશ્મીર ઘાટીમાં 47 વિધાનસભા બેઠકો હશે. તેમજ પંચે 16 બેઠકો અનામત રાખવાનું સૂચન કર્યું હતું. અહીં કુલ 90 વિધાનસભા બેઠકો હશે. આ સાથે લોકસભાની બેઠકોની સંખ્યા વધીને 5 થઈ ગઈ છે. સીમાંકન આયોગનો કાર્યકાળ શુક્રવારે પૂરો થાય છે.

અગાઉ, સૂત્રોના જણાવ્યા અનુસાર, એવું કહેવામાં આવ્યું હતું કે સીમાંકન આયોગ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના વિધાનસભા ક્ષેત્રોના સીમાંકન અંગેના અંતિમ અહેવાલમાં કુલ 90 બેઠકો રાખવામાં આવી શકે છે. જમ્મુ અને કાશ્મીરમાં કુલ 90 વિધાનસભા બેઠકો હશે, જેમાંથી 9 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અને 7 અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે. પંચે અંતિમ રિપોર્ટ સબમિટ કરવાની સમયમર્યાદા 6 મે નક્કી કરી હતી. અગાઉ, કમિશન વતી ડ્રાફ્ટ રિપોર્ટ જારી કરીને જમ્મુ-કાશ્મીરમાંથી સૂચનો લેવામાં આવ્યા હતા.

રિપોર્ટ જાહેર થતાં જ કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આવી સ્થિતિમાં જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીનું બ્યુગલ પણ ટૂંક સમયમાં ફૂંકાઈ શકે છે. આ પૂર્વ રાજ્યમાં, જૂન 2018 થી કોઈ ચૂંટાયેલી સરકાર બની નથી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તાજેતરમાં કહ્યું હતું કે સીમાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજાશે.

Read Also

Related posts

પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી

Nelson Parmar

માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા

Nelson Parmar

મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી

Hardik Hingu
GSTV