GSTV

અલ્પેશ ઠાકોર પ્રધાન બનવા અધીરા બન્યા, પક્ષપલટુને રોકવા પાટીદારો મેદાને

કોંગ્રેસના ખભે રાષ્ટ્રીય નેતાનું લેબલ મેળવી કેસરિયો ખેસ પહેરનારા પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર હવે પ્રધાન બનવા અધીરા થયા છે. લાલ બત્તીની કાર, સરકારી બંગલાનો વૈભવી ઠાઠ ભોગવવા માટે અલ્પેશને પ્રધાન બનવાની ઉતાવળ છે. પરંતુ અલ્પેશને પ્રધાન બનાવાય તે પહેલા જ ઉત્તર ગુજરાતના પાટીદાર નેતાઓમાં પક્ષપલટુ અલ્પેશ ઠાકોર સામે વિરોધનો સૂર ઉઠ્યો છે.

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર હવે સરકારમાં પ્રધાન બનવા અધીરા બન્યા છે. પરંતુ અલ્પેશ પ્રધાન બને તે પહેલા જ ઉત્તર ગુજરાતના ટોચના પાટીદાર નેતાઓએ અલ્પેશ સામે મોરચો ખોલ્યો છે. ભાજપના પાટીદાર નેતાઓ અલ્પેશ ઠાકોરને પક્ષમાં વધુ મહત્વ અપાય તેવું ઇચ્છતાં નથી. ઉત્તર ગુજરાતના પાટીદાર નેતાઓએ આ મુદ્દે એક ખાનગી બેઠક પણ યોજી હોવાની ચર્ચા છે. એટલું જ નહિં અલ્પેશને કેબિનેટમાં ન લેવાની વાત હવે છેક વડાપ્રધાન મોદી સુધી પહોંચતી કરવા રાજકીય આયોજન ઘડાઇ રહ્યુ છે.

Alpesh Thakor Congress
Alpesh Thakor bjp

પાટીદાર આંદોલન બાદ રાજકીય રીતે શાંત પડેલા પાટીદારો હવે ફરી એકવાર સક્રિય થયા છે. અલ્પેશ ઠાકોરે પાટીદાર આંદોલન વખતે પાટીદારો વિરૂદ્ધ અનેક વખત ઝેર ઓક્યું હતું. હવે જયારે અલ્પેશ ઠાકોર કેસરિયો ખેસ પહેરીને પ્રધાન બનવા તલપાપડ છે. ત્યારે ઉત્તર ગુજરાતના પાટીદાર નેતાઓએ અલ્પેશ વિરૂદ્ધ અંદરખાને ઝૂંબેશ શરૂ કરી દીધી છે. પાટીદાર નેતાઓની બેઠકમાં એવી ચર્ચા થઇ કે અલ્પેશને પ્રધાન બનાવી ભાજપ પાટીદારોને કોરાણે મૂકીને ઓબીસી વોટબેન્ક મજબૂત કરવા માંગે છે.

વળી અલ્પેશ ખૂબ જ મહત્વકાંક્ષી હોવાથી તે જો એકવાર ભાજપમાં પગપેસારો કરશે તો પોતાના મળતિયાઓને ટિકીટથી માંડીને મળતો તમામ લાભ અપાવશે. જેના કારણે ભાજપમાં પાટીદાર નેતાઓનું પત્તું કપાઇ શકે છે. બીજી તરફ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને અલ્પેશની વારંવારની મુલાકાતને લઇને પણ ભાજપમાં વિરોધનો સૂર ઉઠયો છે. ભાજપના નેતાઓનું કહેવુ છે કે, પક્ષપલ્ટુઓને વધુ પ્રોત્સાહન અપાશે તો પક્ષને જ ઘણું નુકસાન પહોંચી શકે છે. મૂળ પાયાના કાર્યકરોની અવગણના ભાજપને આજ નહીં તો કાલે ભારે પડશે. આમ અલ્પેશને પ્રધાનપદ મળે તે પહેલાં જ ભાજપમાં અંદરોઅંદર ચણભણ શરુ થઇ છે.

READ ALSO

Related posts

કોરોનાનો કહેર: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

pratik shah

કોરોનાનો કહેર: અમેરિકામાં વધી રહ્યું છે સંકટ, ન્યૂયોર્કનાં ઝૂ માં આ વન્ય જીવમાં જોવા મળ્યું સંક્રમણ

pratik shah

Coronavirus: દેશમાં સંક્રમિતનો સંખ્યા 3500ને પાર, 83ના મોત, જાણો રાજ્યવાર આંકડા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!