GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

ખેડૂતો અને ખેતીની સ્થિતિ સુધારવા રાજ્યસભામાં દરેક પક્ષોએ કરી ખાસ માગ

ખેડૂતો અને ખેતીની સ્થિતિમાં સુધારો લાવવા માટે રાજ્યસભામાં દરેક પક્ષો દ્વારા રાષ્ટ્રીય કિસાન આયોગની રચના માટેની દરખાસ્તને સમર્થન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત કમિશનને બંધારણીય દરજ્જો આપવાની તેમજ દેશની ખાદ્ય સુરક્ષાને સંભાળનારા ખેડૂતોને ભારત રત્નથી સન્માનિત કરવા અંગેની પણ માંગણી કરી હતી.

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ વિજયપાલ સિંહ તોમરે આ પ્રસ્તાવ રાજ્યસભામાં મૂક્યો હતો. આ પ્રસંગે બોલતા તોમરે ખેડૂતોને લગતી સમસ્યાઓને નિવારવા માટે તેમજ તેમના માટે રાષ્ટ્રીય કમિશન ફોર એગ્રીકલ્ચરની રચનાની માંગણી કરી હતી, ઉપરાંત બંધારણીય અધિકારો વિશેની પણ વાત રાજ્યસભામાં કરી હતી.

તોમરે કેન્દ્ર સરકારની પીએમ-કિસાન યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી છ હજાર રૂપિયાની વાર્ષિક સહાયતાને વધારીને રૂ.૧૦,૦૦૦ કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો. દેશની ૭૦ ટકા વસ્તી ખેતી પર નિર્ભર રાજ્યસભામાં ઠરાવ રજૂ કરતાં તોમરે જણાવ્યું કે, ભારત આવશ્યકપણે ખેતી આધારિત આર્થિક વિકાસ ધરાવતો દેશ છે. દેશની ૫૫ ટકાથી વધુ વસ્તી કૃષિ પર આધારિત છે.

જ્યારે ૧૫ ટકા વસ્તી કૃષિ સંબંધિત કાર્યમાં રોકાયેલી છે. એટલે કે, દેશની ૭૦ ટકા વસ્તી કૃષિ પર નિર્ભર છે. દેશની અર્થવ્યવસ્થામાં વધારો કરવા માટે, ખેડૂતોને તેમની પેદાશ માટે વાજબી રકમ ચૂકવવાની જોઈએ. ત્રણ પાકોની ક્ષમતા હોવા છતાં, ખેડૂતોની આત્મહત્યા વધી તોમરે કહ્યું કે, ભારત પાસે ત્રણ પાકની ખેતી કરવાની ક્ષમતા છે. તેમ છતાં ખેડૂતોમાં આત્મ-હત્યા કરવાનું પ્રમાણ વધી રહ્યું છે.

ખેડૂતોના જીવનને બચાવવા માટે, સરકારને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે યોગ્ય પગલાં લેવા પડશે. તેમણે કહ્યું હતું કે, આત્માહત્યાને રોકવાથી માત્ર ખેડૂતોના જીવનને જ બચાવી શકશે નહીં, પરંતુ આ દેશની ખેતી અને પરંપરા પણ સચવાશે. કૃષિ ક્ષેત્રે અપનાવવામાં આવેલી ટેક્નોલોજી અને તકનીકો વિશે ખેડૂતોને જાગૃત કરવાની જરૂર છે. વડા પ્રધાન પાક વીમા યોજના જેવી યોજનાની સફળતા ફક્ત ત્યારે જ શક્ય બનશે જ્યારે ખેડૂતોને તેના ફાયદાઓ વિશે વિગતવાર માહિતી પ્રાપ્ત થશે.

Read Also

Related posts

અમરેલી ભાજપના પૂર્વ અધ્યક્ષના ટ્વીટથી ખળભળાટ, કોરોનાના કેસને લઇને તંત્રની પોલ ખોલી

Nilesh Jethva

દુનિયાની પ્રથમ કોરોના વેક્સીનનું યૂનિવર્સિટીમાં ટ્રાયલ પૂર્ણ, દેશમાં 12 સ્થળોએ ટ્રાયલ માટે અપાઈ મંજૂરી

Ankita Trada

ડેમેજ કંટ્રોલ કરવામાં થયા સક્રિય ગહેલોત, CM આવાસ પર વિધાયક દળની બોલાવી બેઠક

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!