GSTV
Corona Virus India News ટોપ સ્ટોરી

ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી બાદ હવે કેરળમાં હજારો મજૂરો ઘરે જવા રસ્તા પર ઉતર્યા

દિલ્હી અને મહારાષ્ટ્ર ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ મજૂરો અટવાયા છે, તેઓ પગપાળા જ ચાલવા લાગ્યા છે જ્યારે બસોની કોઇ જ સુવિધા ન હોવાથી બસ સ્ટેશનોએ ટોળા વળી રહ્યા છે, આવી જ પરિસ્થિતિ કેરળમાં છે કે જ્યાં રવિવારે હજારો લોકો એકઠા થયા હતા. જૂરો ધરણા પર બેસી ગયા હતા અને સરકારને વ્યવસ્થા કરવા માટે રજુઆત કરી હતી.

આ મજૂરોમાં કોઇ અન્ય રાજ્યોના હતા તો કેટલાક કેરળમાં અન્ય શહેરોમાં જવા માટે પણ એકઠા થયા હતા. જોકે સરકારે આ મજૂરોને ખાતરી આપી હતી કે તેમને જ્યાં છે ત્યાં જ પુરતી સુવિધા આપવામાં આવશે અને કોઇ મજૂરે જવાની જરુર નથી. એક સાથે હજારો મજૂરો રસ્તા પર આવી જતા તંત્ર પણ દોડતુ થઇ ગયું હતું અને તેમને પુરતી રહેવા અને ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

કેરળ સરકારે કેન્દ્ર પાસે માંગી મદદ

આ સાથે જ કેરળ સરકારે આ પરિસ્થિતિનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારની મદદ માગી હતી. બીજી તરફ જે મજૂરો હાલ જ્યાં કામ કરી રહ્યા છે તે રાજ્યોને છોડીને પોતાના પરિવાર જે રાજ્યોમાં રહે છે ત્યાં જઇ રહ્યા છે પણ તેમને હાલ મુશ્કેલી એ પડી રહી છે કે ગામના લોકો તેમને પ્રવેશવા નથી દેતા. બિહારમાં આવું જ થઇ રહ્યું છે. બિહારના અનેક મજૂરો ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર જેવા રાજ્યોથી પોતાના વતન પરત ફર્યા છે પણ હવે ગામના લોકો તેમને પ્રવેશ આપવાની ના પાડી રહ્યા છે. મજૂરોના ટોળા ભેગા થતા ગાઝિયાબાદ પ્રશાસને ૧૫૦૦ બસો દોડાવી હતી. જોકે આ મજૂરોનું મેડિકલ ચેકઅપ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો. 

લૉકડાઉન પર કડક હાથે કાર્યવાહી કરવામાં આવે

કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને કહ્યું છે કે, લૉકડાઉન પર કડક હાથે કાર્યવાહી કરવામાં આવે. જેથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં થતી મૂવમેન્ટ પર નજર રાખવામાં આવે. હાઈવે પર કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ ન થાય તેના પર ખાસ ધ્યાન આપવા જણાવ્યું છે. રસ્તાઓ પર ફક્ત સામાન ભરેલી ગાડીઓને જ જવા દેવાની છૂટ આપવામાં આવે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, લૉકડાઉનની પાલન કરાવવું જિલ્લા કલેક્ટર અને એસપીની જવાબદારી છે.

કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, રાજ્ય અને જિલ્લાની બોર્ડર સમગ્રપણે સીલ કરી દેવામાં આવે. જેથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવી શકાય.

કડકાઈ સાથે લૉકડાઉનનું પાલન કરાવવું જોઈએ

લૉકડાઉનનું કડકાઈ સાથે પાલન કરાવવું જરૂરી છે. જેના માટે કેન્દ્ર સરકારે 29 માર્ચના રોજ કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલાઓ ભરવાનું કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોનું લૉકડાઉનનું કડકાઈ સાથે પાલન કરવવાનું કહ્યું છે. તમામ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશ અને ડીજીપી તથા ચીફ સેક્રેટરી તરફથી કહેવાયુ છે કે, જરૂરી વસ્તુઓની સપ્લાય સારી રીતે જનતા સુધી પહોંચી શકે તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે.

રાજ્ય અને જિલ્લાની બોર્ડરને સીલ કરવામાં આવે

મજૂરોની રસ્તાઓ પર હાજરીને લઈ કેન્દ્ર સરકારે તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કડક આદેશ આપ્યા છે. સ્થાનિક વહીવટી તંત્રને આદેશ આપ્યા છે કે, હાઈવે પર ફક્ત જરૂરી માલસામાનની ગાડીઓની અવર જવરને જ છૂટ આપવામાં આવે.

વહીવટી તંત્ર ખાવા પીવાની વ્યવસ્થા કરાવે

દેશમાં જે પણ ખૂણામાં મજૂરો વસવાટ કરે અથવા તો તેમની મૂવમેન્ટ થઈ રહી છે, તેવી જગ્યાએ વહીવટી તંત્ર તેમના ખાવાપીવાની વ્યવસ્થા કરાવે. મજૂરો પાસેથી મકાનમાલિકો ભાડૂ વસૂલવા માટે દબાણ ન કરે. કેન્દ્ર સરકારે સાથે એવુ પણ જણાવ્યું છે કે, જે લોકોએ લૉકડાઉનનું ઉલ્લંઘન કર્યું છે, તેને ક્વાંરન્ટાઈનની ફેસિલિટીમાં રાખવામાં આવે. આ બાબતે રાજ્યો સરકારને અને કેન્દ્ર શાસિત પ્રદેશના આદેશ પણ આપવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી વિખેરાવાના એરણે

Hemal Vegda

હિન્દુઓ-મુસ્લિમો વચ્ચે એક્તા માટે વધારવો પડશે સંવાદ, વસતી નિયંત્રણ અંગે બોલ્યા મોહન ભાગવત

Damini Patel
GSTV