GSTV

મહારાષ્ટ્રમાં કોરોના રોકવામાં ઉદ્ધવ ઠાકરે નિષ્ફળ, રાષ્ટ્રપતિ શાસન લાદવા ભાજપ થયું સક્રિય

Last Updated on May 26, 2020 by Karan

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ અને ભાજપના નેતા નારાયણ રાણે સોમવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્ય્યરીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી. તેમનું કહેવું છે કે મહારાષ્ટ્ર સરકાર કોરોના વાયરસને રોકવામાં નિષ્ફળ થઈ રહી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના નામે ભાજપ દ્વારા રાજરમત શરૂ થઈ છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે કોરોના રોકવામાં નિષ્ફળ જતાં ભાજપ હવે સક્રિય થઈ ગયું છે. જોકે, આ સ્થિતિ ગુજરાતમાં પણ છે. ગુજરાતમાં પણ કોંગ્રેસ આ મામલે સક્રિય થાય તેવી પણ સંભાવના છે. કાચના ઘરમાં રહેતા હો તો બીજાના ઘર પર પથ્થર ના મારવો જોઈએ તે બાબત આગામી દિવસોમાં સાચી ન પડે તો નવાઈ નહીં.

રાણે કહ્યું કે, ઠાકરે સરકાર કોરોના સંકટને સંભાળી શકતી નથી. આ સરકાર પાસે ક્ષમતા નથી. આ સરકાર કોરોના સાથેના વ્યવહારમાં નિષ્ફળ ગઈ છે. તેથી, રાષ્ટ્રપતિ શાસન અહીં લાવવું જોઈએ. સરકાર લોકોના જીવ બચાવવામાં સમર્થ નથી. સંજય રાઉતે મંગળવારે સવારે ઘણી ટ્વિટ કરીને લખ્યું કે, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ કાલે માતોશ્રીમાં મુલાકાત કરી હતી. બંને નેતાઓએ એક કલાક કરતાં વધારે સમય સુધી ચર્ચા કરી હતી. જો કોઈ એવી વાત ફેલાવતું હોય કે, મહારાષ્ટ્ર સરકાર સંકટમાં છે તો તેમના પેટમાં દુખાવો છે. અમારી સરકાર મજબૂત છે અને ચિંતાની કોઈ વાત નથી.

ગુજરાતમાં પણ ખરાબ સ્થિતિ

હોસ્પિટલમાં પ્રવેશ ન હોવાને કારણે ઘણા દર્દીઓનાં મોત નીપજ્યાં છે. આવી સ્થિતિમાં એવું કહી શકાય નહીં કે સરકાર ધ્યાન આપી રહી નથી. આ સરકાર આ પરિસ્થિતિને સંભાળી શકતી નથી.નારાયણ રાણેએ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે. દર્દીઓની સંખ્યા વધતી જવાની સાથે મોતનો આંક પણ ઊંચકાઈ રહ્યો છે. રાજ્યપાલે આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂર છે. મહારાષ્ટ્ર અને મુંબઈમાં મોતનો આંક રોકાય એ જરૂરી છે. નગર નિગમ અને રાજ્યના સરકારી હોસ્પિટલમાં સ્થિતિ ખરાબ છે. હોસ્પિટલમાં સારવાર ન મળતાં કોરોના દર્દીઓના મોત થયા છે. આ સ્થિતિમાં સરકાર આ બાબતે ધ્યાન આપી રહી નથી કે સરકાર આ સ્થિતિને સંભાળી શકતી નથી.

એક હજાર મોત થયા છે. તેથી રાજ્યપાલે આ સરકારને ધ્યાનમાં લેવી જોઈએ અને તેમની સેવા આપવા માટે આરોગ્યસંભાળના સંદર્ભમાં તેમને સૂચના આપવી જોઈએ કે જો મ્યુનિસિપલ અને રાજ્ય સરકારની હોસ્પિટલો લશ્કરને સોંપવામાં આવે તો જ પરિસ્થિતિ સુધરશે. કોરોના ચેપગ્રસ્ત દર્દીઓના 50 હજારથી વધુ દર્દીઓ મળી આવ્યા છે. કોરોનાનો આંકડો દરરોજ ઝડપથી વધી રહ્યો છે. આવું જ ગુજરાતમાં છે, જ્યાં કોરોનાના ટેસ્ટ ઘટાડી દેવામાં આવી રહ્યાં છે પણ મોત તો વસતી પ્રમાણે મહારાષ્ટ્રથી થોડા જ ઓછા છે.

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાએ પગપેસારો મજબૂત કતાં તે નિયંત્રણમાં આવતો નથી. દિનપ્રતિદિન દરદીઓ તેમજ મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું હોવાથી મહારાષ્ટ્ર સરકાર ચિંતાતુર બની ગઈ છે. એમાં મુંબઈમાં કોરોનાએ માજા મૂકી દીધી છે. આથી અહીં જોખમ વધી રહ્યું છે. આજે એક જ દિવસમાં નવા ૨૪૩૬ કોરોનાના દરદી નોંધાતા મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૫૨૬૬૭ પહોંચી છે. જ્યારે મુંબઈમાં કોરોનાના નવા ૧૪૩૦ દરદી નોંધાતા અત્યાર સુધી કોરોનાગ્રસ્તોની સંખ્યા ૩૧,૯૭૨ થઈ છે.

25 ટકા દરદી સાજા થઈ ગયા

જ્યારે આજે મહારાષ્ટ્રમાં ૬૦ દરદી કોરોનાના શિકાર બનતાં મરણાંક ૧૬૯૫ થયો છે. જ્યારે મુંબઈમાં ૩૮ દરદી મૃત્યુ પામ્યા હતા. આથી શહેરમાં મરણાંક વધીને ૧૦૨૬ થયો છે. આ સિવાય મહારાષ્ટ્રમાં આજે ૧૧૯૬ દરદી સ્વસ્થ થયા હતા. આથી અત્યાર સુધી મહારાષ્ટ્રમાં ૧૫૭૮૬ દરદી સાજા થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા. એટલે કે તેઓ કોરોનામુક્ત થયા છે. મહારાષ્ટ્રમાં અત્યારે કોરોના દરદી છે. તેના પૈકી ૨૫ ટકા દરદી સાજા થયા હોવાનો દાવો આરોગ્ય વિભાગના પ્રધાન રાજેશ ટોપેએ કર્યો હતો. આ સિવાય મુંબઈ ઉપરાંત પુણેમાં ૫૬૭૯ અને થાણેમાં ૨૧૯૬ દરદીની સંખ્યા થઈ છે. આજે મહારાષ્ટ્રમાં મૃત્યુ પામેલા ૬૦ દરદી પૈકી મુંબઈમાં ૩૮, પુણેમાં ૧૧, કલ્યાણ-ડોંબિવલીમાં ૧, થાણેમાં ૨, ઔરંગાબાદમાં ૨ અને રત્નાગિરીમાં ૧ દરદીનો સમાવેશ થાય છે. આમાં પુરુષ ૪૨ અને મહિલા ૧૮ મૃત્યુ પામી હોવાનું ટોપેએ જણાવ્યંુ હતું.

Related posts

ભવિષ્યવાણી / દેશમાં ચાલુ મહિને ત્રાટકી શકે છે કોરોનાની ત્રીજી લહેર, નિષ્ણાતોએ આ અંગે આપી મોટી ચેતવણી

Zainul Ansari

જમ્મુમાં સતત મળી આવતા ડ્રોન વચ્ચે સ્ટેશનની નજીક દેખાયા બે શંકાસ્પદ લોકો, પહેર્યો હતો સેનાનો યુનિફોર્મ

Vishvesh Dave

મહારાષ્ટ્ર / શિવસેનાના કાર્યકરોએ મુંબઈ એરપોર્ટ પર કરી તોડફોડ, ‘અદાણી એરપોર્ટ’ના બોર્ડને પહોંચાડ્યું નુકસાન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!