GSTV

ખેડૂતોની સૌથી મોટી ચિંતા/ સરકારે એક પછી એક આપેલા ડામથી ખેડૂતો મૂંઝાયા, કપાસ, મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા માંગ

Last Updated on October 23, 2021 by Pravin Makwana

ખેતીવાડીમાં વીજ કાપની સમસ્યાથી ખેડૂતો પરેશાન થઇ ગયા છે. શિયાળુ વાવેતરમાં વીજ પુરવઠો કેટલા કલાક મળશે તેની અગાઉથી જાણ થાય તો ખેડૂતોને ઘઉં, બટાકાનું વાવેતરમાં કરવામાં સરળતા રહે તેવી માંગણી ખેડૂત આલમમાંથી ઉઠી છે. બીજી તરફ ચોમાસું વાવેતરમાં ડાંગર, મગફળી, કપાસના બજારમાં પોષણક્ષમ ભાવ મળતા ન હોવાના કારણે પણ ખેડૂતો ચિંતિત છે. ટેકાના ભાવે તાત્કાલિક ધોરણે ખરીદી શરૂ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે. ચોમાસું પાક નિષ્ફળ જતા, ભાવ ન મળતા, ખાતરમાં ભાવ વધારો, પેટ્રોલ, ડિઝલમાં ભાવ વધારાની સમસ્યાને લઇને ખેડૂતોની દિવાળી બગડી છે.

અમદાવાદ અને તેની આસપાસના જિલ્લાઓમાં હાલમાં ખેતીલક્ષી વીજ પુરતો પુરતો મળી રહ્યો નથી. ગાંધીનગરના માણસ, મહુડી રોડના પટ્ટામાં ૮ કલાકને બદલે ૩ થી ૪કલાક વીજપુરવઠો મળી રહ્યો છે. અમદાવાદના દસક્રોઇના કુહા, કણભા, ભાવડા સહિતના ગામોમાં ૧ કલાક વીજ પુરવઠો કાપ મુકાયો છે ૭ કલાક વીજળી મળે છે. જ્યારે મંગળવારે તો સંપૂર્ણપણે વીજ પુરવઠો બંધ રહે છે. આ જ સ્થિતિ જિલ્લાના અન્ય તાલુકાના ગામોમાં પ્રવર્તી રહી છે.

ખેડૂતોની માંગણી છેકે આગામી શિયાળું વાવેતર કરવાનું હોવાથી તેઓને કેટલા  કલાક વીજળી મળશે તેની સ્પષ્ટતા સરકાર ઝલદી કરે તે ખેડૂત હિતમાં છે. તેના આધારે કેટલું અને શેનું વાવેતર કરવું તે ખબર પડે. બીજી તરફ અમદાવાદ જિલ્લાના ખેડૂતો બુમો પાડી રહ્યા છેે આ વર્ષે ડાંગરનો પાક ઓછો ઉતર્યો છે.

વીધે ૪૦ થી ૪૫ મણ ડાંગર આ વર્ષે ઉતરી છે અગાઉના વર્ષોમાં વીધે ૫૫ થી ૬૦ મણ ડાંગરનો ઉતારો રહેતો હતો. બીજી તરફ હાલમાં બજારમાં મણે ડાંગરનો ભાવ ૨૮૦ થી ૩૧૦ રૂપિયા મળી રહ્યા હોવાની ખેડૂતોની ફરિયાદ છે. ખેડૂતોના મતે ટેકાનો ભાવ ૩૯૮ છે. સરકાર ટેકાના ભાવે ખરીદી કરે તો ખેડૂતોને આર્થિક નુકશાની ઓછી થશે.ઓછા ઉતારા વચ્ચે ઓછો ભાવ મળી રહ્યો છે.

વીજકાપની સમસ્યા ઉત્તર ગુજરાતમાં પણ છે. ખેડૂતો જણાવી રહ્યા છેકે સરકારે મગફળી અને કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવી જોઇએ, તે માટે જેતે તાલુકામાં સેન્ટરો ઉભા કરવા જોઇએ. સ્ટોક લીમીટ મર્યાદાના કારણે મીલરો, વેપારીઓ પણ ખરીદી મોટાપાયે કરતા નથી. ભાવ પણ આપતા નથી. બીજી તરફ ખાતરના ભાવમાં વધારો થયો હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

READ ALSO

Related posts

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

અમદાવાદ શહેર પોલીસની આ કામગીરીને છે સલામ, સહકાર અને સહયોગની ભાવનાના ઉદ્દેશથી શરૂ કરી “પોલીસ પરિવાર કલ્યાણ યોજના”

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!