GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

ઉકાઇ ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીને બંધ કરવા ખેડૂતોની માંગ

ઉકાઇ ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીને બંધ કરવા ખેડૂતોએ માંગ કરી છે. આગામી દિવસોમાં ભારે વરસાદ પડવા અંગેની ધારણા કરી ઉકાઈમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જે અંગે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા સુરત સિંચાઈ વિભાગને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.

ડેમમાંથી છોડવામાં આવતુ પાણી બંધ કરવામાં આવે અને તાકીદે સિંચાઇ તેમજ પીવાના પાણીની જાળવણી કરવામાં આવે. તેવી ખેડૂત સમાજની માંગ છે. જોકે હાલ ઉકાઈ ડેમની સપાટી 335.84 ફૂટ છે અને જળાશયમાં પાણીની આવક 49 હજાર 672 ક્યુસેક છે. જ્યારે 1 લાખ 50 થી હજારથી વધારે જથ્થો તંત્ર દ્વારા છોડવામાં આવ્યો છે.

જેની સામે ડેમના ઉદ્દેશોને પણ જાળવી રાખવુ તે તંત્રની ફરજ બને છે. ખેડૂત સમાજના આગેવાન જયેશ ડેલાદે જણાવ્યું છે  કે  સરકાર દ્વારા જ્યારે ડેમ બાંધવામાં આવ્યો હતો. ત્યારે બંધના કેટલાક ઉદ્દેશો નક્કી કરવામાં આવ્યા હતા. જેનું ચુસ્તપણે પાલન થવું જરૂરી છે. પણ હાલમાં નિયમોનું પાલન થતુ નથી.

Read Also

Related posts

અમરેલી જિલ્લામાં કોરોના કેસની સંખ્યા 150 ને પાર થતા તંત્રમાં ફફડાટ

Nilesh Jethva

કાર સેલ્ફ ડ્રાઈવ કરી દ્વારકા પહોંચ્યા સાંસદ પૂનમ માડમ, ટ્રેકટરમાં બેસી પૂરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત

Nilesh Jethva

પાટણમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 1 કલાકમા 3 ઇંચ વરસાદ પડતા અનેક જગ્યા પાણી ભરાયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!