રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધતું જઈ રહ્યું છે અને રાત્રિ કર્ફ્યુ યથાવત રાખવાની પણ ફરજ પડી છે. હોસ્પિટલોમાં જગ્યા મળવી મુશ્કેલ છે તેવા સમયે એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે પ્રવાસીઓથી ધમધમી રહ્યો છે. જેથી જૂનાગઢમાં ભયનું મોજું ફેલાયું છે. જૂનાગઢના આગેવાનો માંગ કરી રહ્યા છે કે જ્યાં સુધી કોરોનાનું સંક્રમણ કાબૂમાં ન આવે ત્યાં સુધી ગિરનાર રોપ-વે સદંતર બંધ કરવો જુનાગઢના લોકો માટે હિતાવહ છે.

નહીંતર જુનાગઢ પર મોટું જોખમ મંડરાઈ રહ્યું છે. કારણકે જુનાગઢ કરતાં રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સહિતના અન્ય શહેરોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે, જેથી જુનાગઢ હાલ કોરોનાની સ્થિતિ કાબૂમાં છે જે કાબુ બહાર જાય તે પહેલાં રોપ-વેને થોડા સમય માટે બંધ કરવાની સાધુ-સંતો બાદ હવે સ્થાનિક આગેવાનો પણ માંગ કરી રહ્યા છે.

READ ALSO
- કોરોનાની ગાઇડલાઇન સાથે દિલ્હીમાં ખુલી શાળાઓ, 10 માસ પછી બાળકો પહોંચ્યા સ્કૂલ
- મહેશ માંજરેકરની વિરુદ્ધ FIR દાખલ, કારની ટક્કર બાદ મારપીટનો આરોપ
- રિશી કપૂર અને ઇરફાન ખાન સહિત આ ભારતીય કલાકારોને શ્રદ્ધાંજલિ આપશે IIFA
- 20 હજાર રૂપિયા પગાર છે તો પણ તમે ખરીદી શકો છો કાર, નહીં પડે પોકેટ પર EMIનો ભાર
- સાઉથના આ સુપરસ્ટારની બોલીવુડમાં એન્ટ્રી, સાઇલન્ટ ફિલ્મથી શરૂ કરશે હિન્દી ફિલ્મોમાં કરિયર