GSTV

અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષના નેતાને હટાવવાનો વિવાદ વધુ વકર્યો, શરૂ થયું આ આંદોલન

અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષના નેતાને હટાવવાનો વિવાદ વધુ વકર્યો છે. વિપક્ષના નેતા બદલવા સહી આંદોલન કરવામાં આવ્યુ હતુ. જો કે કોંગ્રેસના કોર્પોરેટર અઝાર કાદરીએ તેમની સહી ખોટી રીતે કરાવી હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યુ હતુ કે, ગોમતીપુરના ક્રોર્પોરેટર દેવેન્દ્ર વિસનગરી, બહેરમપુરાના કમલા ચાવડા અને દાણીલીમડાંના રમીલાબહેને ઘરે આવી કોરા કાગળ પર સહી કરાવી હતી.

4 મહિલા કોર્પોરેટર પણ દિનેશ શર્માના સમર્થનમાં

અઝાર કાદરીએ કહ્યુ કે, વિપક્ષના નેતાને બદલવા ન જોઈએ અને ખોટી રીતે સહી કરાવી હોવાની જાણ થતાં અમિત ચાવડાને પત્ર લખ્યો હતો. અઝાર બહેન ઉપરાંત બીજા 4 મહિલા કોર્પોરેટર પણ દિનેશ શર્માના સમર્થનમાં છે. તો દિનેશ શર્માએ આ મામલે જણાવ્યુ હતુ કે, કૉંગ્રેસ એક પરિવાર છે. પરિવારમાં ક્યાંક વિખવાદ હોય છે. જો કે દરેકને રજૂઆત કરવાનો હક છે.મોવડીમંડળ આ મામલે યોગ્ય નિર્ણય કરશે.

READ ALSO

Related posts

Video: ‘હલકટ જવાની’ પર કરીનાના સેક્સી મૂવ્સ, જોતા રહી જશો લાગે છે એટલી હૉટ

Bansari

કોરોના જંગમાં ડોક્ટરની ભૂમિકામાં પરત ફર્યા આ દેશના વડાપ્રધાન, કોરોના સંક્રમિતોની કરશે સારવાર

Nilesh Jethva

આ રીતે હરાવાશે કોરોના, સુરતની મહિલા ડોક્ટરને પરેશાન કરતા પડોશી, કોરોના તો નથી ને!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!