GSTV

સુમુલ ડેરીમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર પર તપાસની માંગ, ખેડૂત આગેવાને સીએમથી લઇને રાષ્ટ્રપતિને લખ્યો પત્ર

Last Updated on June 22, 2021 by Dhruv Brahmbhatt

સુરતની સુમુલ ડેરીમાં કથિત ભ્રષ્ટાચારના આરોપનું ફરી ભૂત ધુણ્યું છે અને એક સમયે ડેરી સામે આક્ષેપ કરનારા માનસિંહ પટેલ સુમુલ ડેરીના ચેરમેન બનતા શા માટે કથિત ભ્રષ્ટાચાર પર મૌન છે તેવો સવાલ ખેડૂત આગેવાન દર્શન નાયકે લગાવ્યો છે. ભાજપના પૂર્વ સાંસદ અને હાલના સુમુલ ડેરીન ચેરમેન માનસિંહ પટેલએ વર્ષ 2020માં ડેરી કેટલાંક વહીવટકર્તા અને અધિકારીઓના દ્વારા એક હજાર કરોડથી વધુના ગેરવહીવટનો આક્ષેપ કર્યો હતો. તેઓએ વડાપ્રધાનને પત્ર લખી આઠ મુદ્દાઓ પર તપાસની પણ માંગ કરી હતી.

જો કે તેઓ હવે ડેરીના ચેરમેન બનતા સમગ્ર કથિત ભ્રષ્ટાચાર પર મૌન બની ગયા હોવાનો આક્ષેપ ખેડૂત આગેવાન દર્શન નાયકે લગાવ્યો તેમજ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મુખ્યપ્રધાનને લેખિતમાં પત્ર લખીને તપાસની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં સુમુલ ડેરીની ચૂંટણી સમયે તત્કાલિન ચેરમેન રાજુ પાઠક સામે માનસિંહ પટેલએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતાં. પરંતુ ચૂંટણી બાદ માનસિંહ સુમુલ ડેરીના ચેરમેન અને રાજુ પાઠક વાઇસ ચેરમેન બનતા આ પ્રકરણમાં ભીનું સંકેલાઇ ગયું હતું.

એક હજાર કરોડની લોન લઇને બિન જરૂરી યોજના પર ખર્ચ કરવામાં આવ્યો છે. જેનાથી સંસ્થાના હજારો પશુપાલકો અને સભ્યો પર ભારણ આવ્યું છે. આ બાબતે સુમુલના ચેરમેન માનસિંહ પટેલએ જણાવ્યું હતું કે, ‘જે-તે વખતે 1050 કરોડની લોનની ફરિયાદ કરી હતી. તે સમયે બિનજરૂરી લેખાતા પ્રોજેક્ટને હવે સફળ બનાવવા પ્રયત્ન કરી રહ્યાં છીએ.’

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!