GSTV
Ahmedabad Trending ગુજરાત

શું ફરી શાળા-કોલેજો થશે બંધ? ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘે સરકારને કરી રજૂઆત, પરીક્ષાને લઈને પણ કરી આ માગ

કોલેજ

કોરોનાની સ્થિતિ અતિગંભીર બનતા સરકારે જ્યાં વાઈબ્રન્ટ સમિટ મોકુફ કરી દેવી પડી છે, ત્યારે હવે સ્કૂલો-કોલેજો પ્રત્યક્ષ શિક્ષણ માટે બંધ કરી ઓનલાઈન શિક્ષણ જ સંપૂર્ણ કરી દેવા માટે ઉગ્ર માંગ ઉઠી છે. ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘે સરકારને લેખિત રજૂઆત કરીને વર્ક ફ્રોમ આપવા અને કોલેજો બંધ કરવા રજૂઆત કરી છે.

કોલેજ

આ ઉપરાંત અધ્યાપક મંડળે પણ કોરોનાના કેસ વધતા કોલેજોમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરી યુનિ.ના ભવનો તેમજ કોલેજોમાં કલાસરૂમ શિક્ષણને બદલે સંપૂર્ણ ઓનલાઈન શિક્ષણ કરવા રજૂઆત કરી છે. જ્યારે સ્કૂલોમાં પણ ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવા ઉગ્ર માંગ ઉઠી છે. ડિપ્લોમા કોલેજ એસોસિએશન દ્વારા ડિપ્લોમા કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ કરવા અને જાન્યુઆરીમાં લેવાનારી ઓફલાઈન પરીક્ષાઓ મોકુફ કરી દેવા માંગ કરવામા આવી છે.

કોરોનાના કેસ વધતા અને વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થતા ધો.1થી5ની સ્કૂલો બંધ કરી દેવી જોઈએ તેવી માંગ વાલીઓમાં ઉઠી છે. જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. સરકાર દ્વારા ધો.1થી5ની સ્કૂલો બંધ કરી દેવાય તેવી શક્યતા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને a ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

અહીં સ્થાનિક ઉમેદવારને ટિકિટ નહીં આપો તો આપ જીતી જશે, ભાજપના નેતાએ બધાની બોલતી કરી બંધ

Zainul Ansari

કિયારા અડવાણીએ શાહિદ કપૂરના થપ્પડ મારવાના સીન પર કર્યો ખુલાસો, રિલેશનશીપ પર કહી દીધી આ મોટી વાત

GSTV Web Desk

સરકારની મોટી તૈયારી / ટેક કંપનીઓની નહીં ચાલે મનમાની, માત્ર બે પ્રકારના જ ચાર્જરનો ઉપયોગ થશે

Hardik Hingu
GSTV