GSTV

સરકાર આવી સાણસામાં: મેડિકલ કોલેજોમાં OBC અને ગરીબ વર્ગ માટે જલ્દીથી અનામતનો મુદ્દો ઉકેલાશે, મંત્રાલયને મોદીએ આપ્યા આદેશ

Last Updated on July 27, 2021 by Pravin Makwana

અખિલ ભારતીય તબીબી શિક્ષણ ક્ષેત્ર (OBC reservation in AIQ medical seats) માં ઓબીસી વર્ગ માટે અનામતની માગ ચાલુ છે. સરકારી સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે, વડાપ્રધાન મોદીએ આ અંગે સોમવારે એક સમીક્ષા બેઠક કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યુ હતું કે, આર્થિક રીતે નબળા વર્ગને પણ તાત્કાલિક અનામતના દાયરામાં લાવો. બેઠકમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, પરિવાર અને કલ્યાણ મંત્રી મનસુખ માંડાવિયા સહિત કેટલાય વિભાગો તેમા હાજર રહ્યા હતા.

હાલ સુધીની કેવી છે વ્યવસ્થા

રાજ્ય શાસકિય મેડિકલ કોલેજોમાં યુજીમાં 15 ટકા અને પીજીમાં 50 ટકા સીટો ઓલ ઈન્ડિયા કોટા અંતર્ગત આવે છે. તેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત મળે છે. પણ પછાત વર્ગ માટે અનામતની કોઈ વ્યવસ્થા નથી. ત્યારે હવે વિગતો એવી મળી રહી છે કે, પીએમ મોદીએ ઈચ્છા વ્યક્ત કરી છે કે, મેડિકલ એજ્યુકેશનમાં ઓબિસી અનામતનું મુદ્દો સંબંધિત મંત્રાલય તરફથી કોર્ટની બહાર પ્રાથમિકતા સાથે ઉકેલવામાં આવે.

પીએમ મોદીએ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામત લાગૂ કરવાની વાત કહી છે. પીએમે મંત્રાલયના અધિકારીઓને અલગ અલગ રાજ્યોમાં મેડિકલ એજ્યુકેશનને લઈને EWS અનામતમાં હાલ સમીક્ષા કરવાનું કહેવાયુ છે. પીએમે સ્વાસ્થ્ય મંત્રાલયને નિર્દેશ આપ્યો છે કે, તમામ રાજ્યોમાંથી જાણકારી એકઠી કરી પછાત વર્ગને અનામતની વ્યવસ્થા કરવામાં આવે.

JEE Main Result 2020

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર પછાત વર્ગ, અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગના કેટલાય પ્રબુદ્ધ વ્યક્તિઓ અને સંગઠનોએ સોમવારે કેન્દ્ર સરકારને આગ્રહ કર્યો હતો કે, આ વખતે વસ્તી ગણતરીમાં જાતિ આધારિત આંકડા એકઠા કરવામાં આવે. જેથી અલગ અલગ ક્ષેત્રોમાં પાત્ર સમુદાયને યોગ્ય રીતે અનામતનો લાભ મળી શકે. આ વ્યક્તિ અને સંગઠનોને સોશ્યલ રિવોલ્યૂએશન અલાયંસના બેનર હેઠળ આયોજીત પત્રકાર પરિષદમાં એવુ પણ કહ્યુ હતું કે, મેડિકલ પ્રવેશ પરીક્ષામાં ઓબીસી માટે અનામત નક્કી કરવું જોઈએ.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!