GSTV
Home » News » મધ્યપ્રદેશમાં કમલનાથને સ્થાને સિંધિયાને પ્રદેશ અધ્યક્ષ બનાવવાની માંગ

મધ્યપ્રદેશમાં કમલનાથને સ્થાને સિંધિયાને પ્રદેશ અધ્યક્ષ બનાવવાની માંગ

લોકસભા ચૂંટણીમાં હાર સહન કર્યા બાદ મધ્યપ્રદેશ કોંગ્રેસમાં નેતૃત્વ ફેરફારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. પાર્ટીમાં હારને લઈને ચિંતન અને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ગઈકાલે મધ્યપ્રદેશ કોંગ્રેસ કોર કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં મુખ્યમંત્રી કમલનાથ, દિગ્વિજય સિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા હાજર રહ્યા હતા. જે સમયે બેઠક ચાલી રહી હતી તે સમયે જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક મુખ્યમંત્રી આવાસ બાહર નારાબાજી કરીને સિંધિયાને પ્રદેશ અધ્યક્ષ બનાવવાની માંગ કરી રહ્યા હતા.

આ બેઠક બાદ સિંધિયા મોડી રાત્રે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા શિવરાજસિંહ ચૌહાણનાં નિવાસે પહોંચ્યા હતા. સિંધિયા શિવરાજસિંહના પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે શિવરાજસિંહના પિતાનું થોડા સમય અગાઉ જ નિધન થયું હતુ. આ અગાઉ મધ્યપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને મુખ્યમંત્રી કમલનાથે 8 જૂને કોર કમિટીની બેઠક બોલાવી હતી. ત્યારબાદ બંને નેતાઓ કમલનાથના નિવાસે બેઠકમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા.

લોકસભા ચૂંટણીમાં મળેલ હાર બાદ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકારો ઘણાં નિરાશ છે. ઉલ્લેખનીય છે કે 29 લોકસભા બેઠકો ધરાવતા મધ્યપ્રદેશમાં કોંગ્રેસને ફક્ત એક બેઠક જ મળી છે. કોંગ્રેસના ખરાબ પ્રદર્શનનો અંદાજ તે રીતે પણ લગાવવામાં આવે છે કે 2014માં મોદી લહેરમાં ગુનાથી જીતેલા જ્યોતિરાદિત્ય સિંધિયા આ વખતે હારી ગયાં હતા. રાજ્યમાં ખરાબ પ્રદર્શન બાદ પાર્ટીમાં નવો અધ્યક્ષ બનાવવામાં આવે તેવી ચર્ચા છે. હાલમાં કમલનાથ મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ છે.

READ ALSO

Related posts

તમારા માટે લાભદાયક છે આ સરકારી યોજના, દર મહિને મળશે 10,000 રૂપિયા સુધી પેંશન

Mansi Patel

એમેઝોન જંગલને નુકસાન થતા કુદરતી ચક્ર ખોરવાયું, તીરકામઠા સંઘર્ષ કરવાની આદિવાસીઓની ચિમકી

Riyaz Parmar

હોંગકોંગમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ, વિરોધીઓ પર પોલીસે પાણીનો મારો ચલાવ્યો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!