GSTV

વસુંધરા ભારે પડશે/ રાજસ્થાનમાં એકલા કોંગ્રેસમાં નહીં ભાજપમાં પણ ડખો, દિલ્હીથી અરૂણ સિંહને દોડાવવા પડયા

વસુંધરા

Last Updated on June 23, 2021 by Bansari

રાજસ્થાનમાં થોડા સમયની શાંતિ પછી વસુંધરા સમર્થકો ફરી સક્રિય થયા છે. વિધાનસભાની ચૂંટણીમાં વસુંધરાને મુખ્યમંત્રીપદનાં ઉમેદવાર જાહેર કરવાની માગણી સાથેની રજૂઆતોનો મારો ચાલતાં હાઈકમાન્ડે પ્રભારી અરૂણ સિંહને જયપુર મોકલવા પડયા છે. અરૂણ સિંહને જયપુર એરપોર્ટ પર લેવા વસુંધરાના સમર્થક ધારાસભ્યો કાલીચરણ શર્રાફ અને સુમન શર્મા ગયા હતા.

વસુંધરાને મુખ્યમંત્રીપદનાં ઉમેદવાર બનાવવાના નારા લાગતાં સિંહ અકળાયા

તેમની હાજરીમાં વસુંધરા સમર્થકોએ વસુંધરાને મુખ્યમંત્રીપદનાં ઉમેદવાર બનાવવાના નારા લગાવતાં અકળાયેલા સિંહે કહી દીધું કે, ભાજપમાં કોને મુખ્યમંત્રીપદના ઉમેદવાર બનાવવા એ સમર્થકો નહીં પણ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે છે.

વસુંધરા

જે રીતે ભાજપમાં રાષ્ટ્રીય સ્તરે મોદી છે એ રીતે રાજસ્થાનમાં વસુંધરા

સિંહે ભાજપના મુખ્યાલય ખાતે પ્રદેશ મહામંત્રીઓ અને મોરચાના પ્રમુખો સાથે બેઠકો કરી ત્યારે પણ સતત વસુંધરાના સમર્થનમાં રજૂઆતો થતી રહી. વસુંધરાના સમર્થક ભવાનીસિંહ રાજાવતે મીડિયા સામે કહ્યું કે, જે રીતે ભાજપમાં રાષ્ટ્રીય સ્તરે મોદી છે એ રીતે રાજસ્થાનમાં વસુંધરા છે. બીજા એક નેતાએ કહ્યું કે, રાજસ્થાનમાં ભાજપમાંથી મુખ્યમંત્રીપદના ૧૫ દાવેદાર ફરે છે પણ કોઈ તેમને પૂછતું નથી. હાલની પ્રદેશ નેતાગીરીમાં કોઈ દમ નથી, કોઈમાં દમ હોય તો એ વસુંધરામાં છે.

Read Also

Related posts

ખુશખબર: કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને આગામી નાણાકીય વર્ષમાં ઈંક્રીમેંટ અને સેલરી વધશે

Pravin Makwana

કોરોના વાયરસ/ ભારતમાં એક્ટિવ કેસોમાં સતત વધારો, 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

Damini Patel

આકાસી આફત/ મધ્ય પ્રદેશ, કર્ણાટકમાં વીજળી પડવા સહિતની ઘટનાઓમાં 14નાં મોત, મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક 112

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!