GSTV
India News Trending

બહુપત્નીત્વ અને નિકાહ-હલાલા પર પ્રતિબંધની માંગ, સુપ્રીમ કોર્ટ બનાવશે નવી બંધારણીય બેંચ

સુપ્રીમ કોર્ટે મુસ્લિમોમાં પ્રચલિત બહુપત્નીત્વ અને નિકાહ-હલાલાના મામલાઓ પર વિચારણા કરવા માટે બંધારણીય બેંચની રચના કરવા માટે સંમતિ આપી દીધી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે આજે કહ્યું હતું કે તે આ પ્રથાઓને પડકારતી અરજી પર વિચારણા કરવા માટે નવી બંધારણીય બેંચની રચના કરશે.

નવી બેંચ આ મામલાની સુનાવણી કરશે

સુપ્રીમ કોર્ટે કહ્યું કે નવી બેંચ આ મામલાની સુનાવણી કરશે. વરિષ્ઠ વકીલ અશ્વિની ઉપાધ્યાયની અરજી પર આ નિર્દેશ આપવામાં આવ્યો હતો. ઉપાધ્યાયે આજે સવારે ચીફ જસ્ટિસની બેંચ સમક્ષ અરજીનો ઉલ્લેખ કર્યો હતો. અરજીમાં મુસ્લિમોની બહુપત્નીત્વ અને હલાલા પ્રથા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. ઉપાધ્યાયે ખંડપીઠને જણાવ્યું હતું કે બે ન્યાયાધીશો, જસ્ટિસ ઈન્દિરા બેનર્જી અને જસ્ટિસ હેમંત ગુપ્તા નિવૃત્ત થઈ ગયા છે અને નવી બેંચની રચના કરવાની છે.

આ કેસની સુનાવણી કરી રહી હતી

અગાઉ, પાંચ જજો – જસ્ટિસ ઇન્દિરા બેનર્જી, હેમંત ગુપ્તા, સૂર્યકાંત, એમએમ સુંદરેશ અને સુધાંશુ ધુલિયાની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી હતી. અરજીમાં માંગણી કરવામાં આવી છે કે મુસ્લિમોમાં પ્રચલિત બહુપત્નીત્વ અને નિકાહ હલાલાની પ્રથા પર પ્રતિબંધ મુકવામાં આવે. આ ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે.

ફરીથી લગ્ન કરવા માટે તેના પહેલા પતિથી છૂટાછેડા લેવા પડશે

અરજીમાં કહેવામાં આવ્યું છે કે નિકાહ-હલાલાની પ્રથામાં છૂટાછેડા લીધેલી મહિલાએ પહેલા કોઈ બીજા સાથે લગ્ન કરવા પડે છે. આ પછી, મુસ્લિમ પર્સનલ લો હેઠળ, ફરીથી લગ્ન કરવા માટે તેના પહેલા પતિથી છૂટાછેડા લેવા પડશે. બીજી બાજુ, બહુપત્નીત્વ એ એક જ સમયે એક કરતાં વધુ પત્ની અથવા પતિ રાખવાની પ્રથા છે.

સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાકની પ્રથાને ગેરકાયદેસર જાહેર કરી

તમને જણાવી દઈએ કે, આ પહેલા સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાકની પ્રથાને ગેરકાયદેસર જાહેર કરી છે. આ પછી, કેન્દ્ર સરકારે ટ્રિપલ તલાકને ગેરકાયદેસર જાહેર કર્યો છે અને આવું કરવા માટે કડક સજાની જોગવાઈ કરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

‘રઘુરાજે મારી સાથે વિશ્વાસઘાત કર્યો, ઈલાજ કરાવવા જાઉં છું કહી ભાજપમાં જોડાઈ ગયા’: શિવપાલ

Kaushal Pancholi

ચીનથી બ્રાઝિલ અને જાપાનમાં ઝડપથી ફેલાતા કોરોનાના કેસ, ઘણા શહેરોમાં લોકડાઉન!

Padma Patel

મોરબી! ભાજપનો ઝંડો લગાવેલી જીપે આપના ઉમેદવાર પર ચઢાવવાની કોશિશ કર્યાની અરજી, પોલીસ રક્ષણની કરી માંગ

pratikshah
GSTV