GSTV

કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ દુનિયાના 85 દેશોમાં ફેલાયો, વિશ્વ આરાગ્ય સંસ્થાએ આપી ચેતવણી

વેરિયન્ટ

Last Updated on June 25, 2021 by Damini Patel

કોરોના વાઇરસ કરતાં નોંધપાત્ર પ્રમાણમાં વધારે ચેપી એવા તેના ડેલ્ટા વેરિયન્ટના 85 દેશોમાં દર્દીઓ મળી આવ્યા છે અને જો આ પ્રવાહ ચાલુ જ રહેશે તો દુનિયામાં વધુને વધુ સ્થળોએ ફેલાતો જશે તેવી ચેતવણી વિશ્વ આરાગ્ય સંસ્થાએ તેના સાપ્તાહિક અહેવાલમાં આપી છે.

બાવીસ જુને જારી કરવામાં આવેલી સાપ્તાહિક મહામારી માહિતી અનુસાર કોરોના વાઇરસનો આલ્ફા વેરિયન્ટ 170 દેશોમાં, બેટા વેરિયન્ટ 119 દેશોમાં, ગામા વેરિયન્ટ 71 દેશોમાં અને ડેલ્ટા વેરિયન્ટ 85 દેશોમાં ફેલાયો છે.

આલ્ફા કરતાં 1.23 ગણો વધારે ચેપી

કોરોના

ચારે કોરોના વેરિયન્ટ આલ્ફા, બિટા, ગામા અને ડેલ્ટાને વેરિયન્ટસ ઓફ કન્સર્ન જાહેર કરવામાં આવ્યા છે. જો વર્તમાન પ્રવાહ ચાલુ રહેશે તો ડેલ્ટા વેરિયન્ટ પ્રભાવી લાઇનેજ બની જશે. જાપાનમાં કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર ડેલ્ટા વેરિયન્ટ આલ્ફા વેરિયન્ટ કરતાં 1.23 ગણો વધારે ચેપી છે.

દરમ્યાન જર્મનીમાં ચાન્સેલર એન્જેલા મર્કેલે સંસદમાં જણાવ્યું હતું કે કોરોનાનો ચેપ ઘટાડવા માટે કરવામાં આવેલી પ્રગતિને ડેલ્ટા વેરિયન્ટ અધોગતિમાં ફેરવી નાખવાની તાકાત ધરાવે છે તે જોતા યુરોપ કોરોના મહામારીને મામલે વિકટ સ્થિતિમાં જ છે. જર્મનીમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં પંદર ટકા કેસો ડેલ્ટા વેરિયન્ટના જણાયા છે.

દરમ્યાન યુએસમાં વોલ સ્ટ્રીટની સૌથી મોટી બેન્ક જેપી મોર્ગને તેના તમામ કર્મચારીઓને કોરોનાની રસી લેવાની સલાહ આપી છે. બેન્ક દ્વારા તેના કર્મચારીઓને આ મહિનાના અંત સુધીમાં એક ફોર્મમાં તેમણે કોરોનાની રસી લીધી છે કે કેમ તે દર્શાવવું પડશે.

ઇંગ્લેન્ડમાં વધી રહ્યા કેસો

કોરોના

દરમ્યાન ઇંગ્લેન્ડમાં 12 સપ્તાહ કરતાં વધારે રહેતાં કોરોનાના લક્ષણોથી પરેશાન થતાં લોકોની સંખ્યા વીસ લાખ કરતાં વધારે હોવાનું સરકારી ડેટામાં જણાયું છે. લાંબા સમય સુધી રહેતા કોરોનાના લક્ષણોને લોંગ કોવિડ ગણવામાં આવે છે.

દરમ્યાન યુએસમાં સિયેટલના એક સંશોધકે જે ગુમ થયેલી મનાય છે તે કોરોના વાઇરસની 13 જેનેટિક સિકવન્સ ગૂગલ ક્લાઉડમાંથી શોધી કાઢી હોવાનો દાવો કર્યો છે.

એક વર્ષ અગાઉ વુહાનમાં કોરોનાના શરૂઆતના કેસોના 200થી વધારે સેમ્પલ્સમાંથી મેળવવામાં આવેલી જેનેટિક સિકવન્સ તેના ઓનલાઇન સાયન્ટિફિક ડેટાબેઝમાંથી ગાયબ થઇ ગઇ હતી. હવે ગૂગલ ક્લાઉડમાં સંગ્રહાયેલી ફાઇલ્સને રૂટ કરતાં સંશોધકને આ સિકવન્સ મળી ગઇ છે. જેના કારણે કોરોના વાઇરસ ક્યા અને કેવી રીતે ચામાચિડિયા કે અન્ય પ્રાણીમાંથી માનવોમાં ફેલાયો હશે તેની ચોક્ક્સ માહિતી મળવાની આશા બંધાઇ છે.

Read Also

Related posts

સબ સલામતના દાવાઓ પોકળ: આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચું નાખીને બે કરોડની લૂંટ, ગણતરીની મિનીટોમાં આરોપી ઝડપાયો

pratik shah

Tokyo Olympics: સિલ્વર ગર્લ મીરાબાઈ ચાનૂને મળી શકે છે ગોલ્ડ મેડલ, ચીની ખેલાડી પર ડોપની આશંકા!

pratik shah

વાતચીત / ભારત-ચીન સૈન્ય વચ્ચે 31મીએ મહત્વની બેઠક, તણાવનો અંત લાવવા મહત્વના મુદ્દાઓ પર કરાશે ચર્ચા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!