GSTV

સારવાર / 60 હજારના ઈન્જેક્શનની કમાલ, કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ ધરમૂળથી નાબુદ, 24 કલાકમાં લક્ષણ પણ ગુમ

Last Updated on June 15, 2021 by Harshad Patel

કોરોના સામે વિવિધ સારવાર રજૂ થઈ રહી છે. થોડા વખત પહેલા જ ભારતમાં કોરોનાની સારવાર માટે મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેઈલ નામનું ઈન્જેક્શન મંજૂર કરવામાં આવ્યું છે. આ ઈન્જેક્શનની કિંમત 59,750 જેવી અતિ મોંઘી છે. એમાં વળી વિવિધ ટેક્સ ઉમેરાય એટલે સરેરાશ દર્દીને એ 70 હજારમાં પડે છે. આ ઈન્જેક્શન બે દવાનું મિશ્રણ છે, જે કોરોના વાઈરસને ધરમૂળથી ખલાસ કરી નાખે છે. વિદેશમાં તેના પરીક્ષણો થયા પછી ભારતમાં પણ સરકારે આ કોકટેલ (મિશ્રણ)ને મંજૂરી આપી હતી. કોરોનાના બ્રિટિશ અને આફ્રિકન વેરિઅન્ટ પર આ કોકટેઈલનું પરીક્ષણ થઈ ચૂક્યુ છે અને એ સફળ રહ્યું છે.

કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ ધરાવતા 40 દર્દીઓને આ કોકટેલ અપાયુ હતું

ભારતમાં જોવા મળતા ડેલ્ટા વેરિઅન્ટ પર પરીક્ષણ બાકી હતુ. એ પરીક્ષણ હૈદારાબાદ સ્થિત એશિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી દ્વારા કરાયુ છે. તેના હકારાત્મક પરિણામો મળ્યા છે. અહીં કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ ધરાવતા 40 દર્દીઓને આ કોકટેલ અપાયુ હતું. એ બધા દર્દીના શરીરમાં બાદમાં વાઈરસ ગુમ થયેલો જોવા મળ્યો હતો. સંસ્થાના ચેરપર્સન ડો.નાગેશ્વર રેડ્ડીએ કહ્યું હતું કે આ દવા તત્કાળ રિઝલ્ટ આપનારી છે, એમાં કોઈ શંકા નથી અને ભારતમાં જોવા મળતા ડેલ્ટા વેરિઅન્ટ સામે પણ ઉપયોગી છે. રોગના તાવ જેવા લક્ષણો તો એક જ દિવસમાં ગુમ થયેલા જોવા મળ્યા હતા.

આ દવા બે પ્રકારના એન્ટિબોડીનું મિશ્રણ

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે કોરોના થયો ત્યારે તેમને આ સારવાર અપાઈ હતી. એ પછી આ કોકટેલ લાઈમલાઈટમાં આવ્યું હતું. સ્વિત્ઝરલેન્ડની કંપની રોશે આ દવા વિકસાવી છે. ભારતમાં સિપ્લા દ્વારા તેનું વિતરણ થઈ રહ્યું છે. આ દવા બે પ્રકારના એન્ટિબોડીનું મિશ્રણ છે.

દવાના વપરાશ સામે કોઈ જોખમ હોય કે પછી કોઈ સાઈડ ઈફેક્ટ હોય જ

દરેક દવાના વપરાશ સામે કોઈ જોખમ હોય કે પછી કોઈ સાઈડ ઈફેક્ટ હોય જ. આ દવાના કિસ્સામાં પણ એક નુકસાન તેનો ઊંચો ભાવ છે. ભારતમાં તો 70 હજાર (1 હજાર ડોલર અંદાજે)માં મળે છે, પણ અમેરિકામાં ભાવ 20 હજાર ડોલર જેવો લાકડાછાપ છે. બીજો ગેરલાભ એ છે કે ગમે તે કોરોના દર્દીને એ ઈન્જેક્શન આપી શકાતુ નથી. ઓછા કે મધ્યમ લક્ષણો હોય તો જ આ દવા કામ લાગે છે. બીજો ગેરલાભ એ છે કે દવા આપ્યાના બે મહિના સુધી રસી લઈ શકાતી નથી. કેમ કે આ દવા જથ્થાબંધ માત્રામાં એન્ટિબોડીનો ખડકલો કરી દે છે.

દવા મોંઘી હોવા છતાં ગંભીર દર્દીના કિસ્સામાં ઉપયોગી બની શકે

ડો.રેડ્ડીએ આ દવાના આડેધડ ઉપયોગ સામે સૌથી મોટી ચેતવણી એ આપી હતી કે તેનાથી વાઈરસના વધારે મ્યુટન્ટ સ્વરૃપ સર્જાઈ શકે છે. એટલે દવા જ દર્દ બને એવી પણ પુરી શક્યતા છે. આ દવા મોંઘી હોવા છતાં ગંભીર દર્દીના કિસ્સામાં ઉપયોગી બની શકે એવી શક્યતા બહુ ઓછી છે. પણ જો શરૃઆતમાં જ તેનો ડોઝ અપાય તો વાઈરસ નાબુદ થાય, દર્દીની સ્થિતિ કથળતી અટકી શકે છે. માટે ઊંચો ભાવ છતા પરદેશમાં તો તેની ડિમાન્ડ જોવા મળી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

આ બેટ્સમેને 6 બોલમાં 34 રન સાથે ડેબ્યુ મેચમાં ઠોકી દીધી હતી સદી, પછી ક્યારેય પાર નથી કરી શક્યો 29 રનનો આંકડો

Harshad Patel

રમતોત્સવ/ અમેરિકાની લોન્ગ જમ્પની પ્લેયર ક્યુનેશાની રેસ્ટોરન્ટથી ઓલિમ્પિક સુધીની સફર, 10 વર્ષ પહેલાં હતી વેઈટર

Damini Patel

અટકળો/ તાનાશાહ કિમ જોંગ ફરી બિમાર, 20 કિલો વજન ઘટવાની સાથે નવી બહાર આવેલી તસવીરોથી કોરિયામાં ચિંતાનો માહોલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!