GSTV

નવી આફત / કોરોના વાઇરસના નવા વેરિએન્ટે વધાર્યું ટેન્શન, ભારત સહિત 9 દેશોમાં ફેલાઇ ચુક્યો છે મ્યુટેશન

Last Updated on June 22, 2021 by Zainul Ansari

કોરોના વાઇરસની બીજી લહેરમાં મોતના તાંડવ બાદ હવે કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. બીજી લહેરના અંત બાદ હવે થર્ડ વેવની પણ શક્યતા જોવાઇ રહી છે. ત્રીજી લહેર માટે વાઇરસનું બદલાયેલું સ્વરૂપ ડેલ્ટા પ્લસ છે. કોરોના વાઇરસની થર્ડ વેવ માટે ડેલ્ટા વેરિયન્ટને વધુ જવાબદાર મનાય છે. ત્યારે હવે નિષ્ણાતો આ વેરિએન્ટની તપાસમાં લાગી ગયા છે.

આશરે દોઢેક વર્ષથી કોરોનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. હજુ ત્રણ સપ્તાહ પહેલા ભારતમાં મળેલા કોરોના વાઇરસના વેરિઅન્ટનું નામકરણ કરવામાં આવ્યું હતું અને હવે તેનું નવું વર્ઝન પણ સામે આવી ગયું છે. જેનું નામ છે ડેલ્ટા પ્લસ. વૈજ્ઞાનિકોના મત અનુસાર અત્યાર સુધીએ મળી આવેલા કોરોના વેરિએન્ટના મત અનુસાર, અત્યાર સુધીમાં મળી આવેલા કોરોના વેરિએન્ટ પૈકી સૌથી ખતરનાક વેરીએન્ટ ડેલ્ટા છે. જે ખુબ જ ઝડપથી પ્રસરે છે. ત્યારે ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ડેલ્ટામાંથી જ મ્યૂટેન્ટ થઇને આવ્યો છે..

કોરોનાની બીજી લહેરમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉદ્ભવી તેની પાછળનું કારણ પણ કોરોનાનું આ નવું મ્યુટેશન જ હતું. જે લોકોની રોગપ્રતિકારક શકિત પર વધુ અસર કરે છે. ભારતમાં ડેલ્ટા વેરીએન્ટના અનેક કેસો સામે આવ્યા છે. બીજી લહેરમાં છેલ્લા બે મહિનામાં જોવા મળેલા કોરોના કેસના સેમ્પલમાંથી લગભગ 83 ટકા કેસમાં ડેલ્ટા વેરીએન્ટ જોવા મળ્યો હતો. હાલમાં ડેલ્ટાએ ભારતમાં ખૂબ મોટા પ્રમાણમાં ફેલાયેલો છે. સુપર સ્પ્રેડર ડેલ્ટા મ્યેટેશનને કારણે ભારત સીવાયના અન્ય દેશોની પરિસ્થિતી પણ બગડી છે. યુએસમાં દર બે અઠવાડીયે કેસ ડબલ થતા જાય છે જેની પાછળનું કારણ છે ડેલ્ટા.

Read Also

Related posts

સબ સલામતના દાવાઓ પોકળ: આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચું નાખીને બે કરોડની લૂંટ, ગણતરીની મિનીટોમાં આરોપી ઝડપાયો

pratik shah

Tokyo Olympics: સિલ્વર ગર્લ મીરાબાઈ ચાનૂને મળી શકે છે ગોલ્ડ મેડલ, ચીની ખેલાડી પર ડોપની આશંકા!

pratik shah

વાતચીત / ભારત-ચીન સૈન્ય વચ્ચે 31મીએ મહત્વની બેઠક, તણાવનો અંત લાવવા મહત્વના મુદ્દાઓ પર કરાશે ચર્ચા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!