GSTV
Gujarat Government Advertisement

ડેલે ભારતમાં લૉન્ચ કર્યા બે નવા બજેટ લેપટોપ, જાણો કિંમત અને વિશેષતા

Last Updated on December 23, 2018 by

ડેલ ઈન્ડિયાએ શુક્રવારે ભારતમાં ડેલ ઈંસ્પિરૉન 5000 સીરીઝના બે નવા લેપટૉપ લૉન્ચ કર્યા છે. આ બંને લેપટોપમાં 8મી જનરેશનનું ઈન્ટેલ ચિપ અને ડેલ સિનેમા સૉફ્ટવેર આપવામાં આવ્યું છે. જેમાંથી 14 ઈંચવાળા ડેલ ઈંસ્પિરૉન 5480ની પ્રારંભિક કિંમત 36,990 રૂપિયા અને 15 ઈંચવાળા ડેલ ઈંસ્પિરૉન 5580ની પ્રારંભિક કિંમત 37,990 રૂપિયા છે. આ બંને લેપટૉપ પ્લેટિનમ સિલ્વર, બરગંડી અને ઈન્ક કલર વેરિએન્ટમાં મળશે. આ બંને લેપટૉપને ડેલ ઈન્ડિયાની વેબસાઇટ પરથી ખરીદી શકાય છે.

ડેલના આ બંને નવા લેપટોપ 8મી જનરેશનના ઈન્ટેલ કોર આઈ3, કોર આઈ5 અને કોર આઈ7 પ્રોસેસર વેરિએન્ટમાં તૈયાર છે. સાથે જ તેમાં 32 જીબી સુધીની ડીડીઆર4 મેમરી અને ફૂલ એચડી એન્ટી ગ્લેયર આઈપીએસ ડિસ્પ્લે મળશે.

ઉલ્લેખનીય છે કે ગ્લેયર ડિસ્પ્લે આંખો માટે સારી હોય છે. જેનાથી આંખોની સુરક્ષા થાય છે. આ બંને લેપટોપ પણ ઓછા છે. 14 ઈંચવાળા લેપટોપનુ વજન 1.48 કિલોગ્રામ છે. લેપટોપમાં તમને વેબ કેમ મળશે, જેમાં ટેમ્પરોલ ન્વૉયજ રિડક્શન ફીચર મળશે, જેનાથી તસ્વીર સારી આવશે.

ઉલ્લેખનીય છે કે આસુસે હાલમાં જ ભારતમાં પોતાના નવા એફ570 ગેમિંગ લેપટૉપ અને પાતળા અને હલ્કા વીવોબુક 15 (X505) લોન્ચ કર્યા છે. આ બંને લેપટોપમાં નવુ એએમડી રાયજેન 5 પ્રોસેસર, 8 જીબી સુધી ડીડીઆર4 રેમ મેમરી અને એએમડી રેડિઑન વેગા8 ગ્રાફિક્સ લાગેલા છે. આ બંને લેપટૉપનુ વેચાણ પેટીએમ મૉલ પરથી એક્સક્લૂઝીવ તરીકે રહેશે. બંને લેપટૉપમાં એચડીએમઆઈ અને ઑડિયો જેકનો સપોર્ટ મળશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચીખલી: પ્રેમમાં આંધળા બનેલા પ્રેમીએ પ્રેમિકાનું ગળુ દબાવી દીધું, પોલીસે કરી હત્યારાની ધરપકડ

Pravin Makwana

વિચિત્ર લગ્ન/ કરોડપતિ મહિલાએ ડોલ્ફિન સાથે કર્યા લગ્ન, હવે પતિના મૃત્યુ પછી વિધવા બની જીવી રહી છે

Damini Patel

કામની વાત: મોદી સરકારે જવેલર્સને આપી મોટી રાહત, ગોલ્ડથી પણ ચૂકવી શકાશે લોનની રકમ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!