GSTV
Business Trending

LPG ગ્રાહકો સાવધાન! 1 નવેમ્બરથી અપનાવવી પડશે આ પ્રોસેસ, નહીતર સિલિન્ડરથી રહેશો વંચિત

lpg

રસોઈ ગેસ (LPG) નો વપરાશ કરનાર પરિવારો માટે એક મુખ્ય જાણકારી સામે આવી રહી છે. 1 નવેમ્બર એટલે કે, આગામી મહીનાથી તેલ કંપનીઓ LPG સિલિન્ડરની નવી ડિલીવરી સિસ્ટમ લાગુ કરવાની છે. જો તમે તેનું પાલન ન કર્યુ તો, તમારે ગેસ સિલિન્ડરની ડિલીવરી લેવામાં સમસ્યા આવી શકે છે. ખોટી જાણકારીના કારણે ગેસ સિલિન્ડરની ડિલીવરી બંધ થઈ શકે છે.

હવે OTP બતાવ્યા વગર નહી થાય ડિલીવરી

માહિતી પ્રમાણે સરકારી તેલ કંપનીઓને ગેસ ચોરી રોકવા અને સાચા ગ્રાહકોની ઓળખાણ માટે નવી વ્યવસ્થા લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ પ્રોસેસને Delivery Authentication Code (DAC) કહેવામાં આવ્યુ છે. સિલિન્ડરની હોમ ડિલીવરી 1 નવેમ્બરથી OTP (One Time Password) થકી થશે. OTP જણાવ્યા વગર ડિલીવરી બોય પાસેથી સિલિન્ડર લઈ શકશો.

શું છે નવી સિસ્ટમ?

મળતી માહિતી પ્રમાણે રસોઈ ગેસ બુકિંગ કરાવવાથી સિલિેંડરની ડિલીવરી થશે નહી. હવેથી ગેસ બુકિંગ બાદ ગ્રાહકોને મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. જ્યારે સિલિન્ડર ડિલીવરી માટે આવશે ત્યારે આ OTP તમારે ડિલીવરી બોયની સાથે શેર કરવાનો રહેશે. એક વખત આ કોડનો સિસ્ટમથી મિક્સ કર્યા બાદ જ ગ્રાહકોને સિલિન્ડરની ડિલીવરી મળશે. તેલ કંપનીઓ DAC ને સૌ પ્રથમ 100 સ્માર્ટ શહેરોમાં શરૂ કરશે. તે માટે બે શહેરમાં પાયલટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે.

કોડ જનરેટ કરશે

જણાવી દઈએ કે, જો ગ્રાહકનો મોબાઈલ નંબર અપડેટ નથી તો ડિલીવરી પર્સન એક એપ થકી તેને Real time અપડેટ પણ કરી શકશે અને કોડ જનરેટ કરશે. એટલે કે, ડિલીવરીના સમયે તમે તે એપની મદદથી પોતાનો મોબાઈલ નંબર ડિલીવપી બોય થકી જ અપડેટ કરાવી શકે છે. એપ થકી Real time બેસિસ મોબાઈલ નંબર અપડેટ થઈ જશે. ત્યારબાદ તે નંબરથી કોડ પણ જનરેટ કરવાની સુવિધા હશે.

READ ALSO

Related posts

Phobia / જાણો માણસોમાં રહેલા 6 અજીબોગરીબ ફોબિયા વિશે, જે સામાન્ય લોકોના ડરથી છે બિલકુલ અલગ

GSTV Web Desk

Amul Milk Price: શું વધવાની છે Amul દૂધની કિંમત? જાણો કંપનીએ શું જવાબ આપ્યો

GSTV Web Desk

બિગ બોસના ઘરમાં અર્ચના અને સાજિદ ખાન વચ્ચે ઝઘડો, સલમાન ખાને શોમાં બંનેને ખખડાવ્યા

Akib Chhipa
GSTV