GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

‘મંદિરની સામે આવીને ફોન કરજો આવીને લઈને જઈશ’, ડિલિવરી પેકેજ પર આપ્યું આવું સરનામું

ડિલિવરી પેકેજ

ઈ-કોમર્સ વેબસાઈટ પાસે સામાન ઓર્ડર બાદ દરરોજ તેમાં ગડબડીની ખબર સામે આવે છે. ક્યારેક બોડી લોશન કરવા પર મોંઘા ઈયરબડ્સ ડિલીવર કરી દેવામાં આવે છે તો ક્યાંક ખોટા એડ્રેસ પર જ સામાનની ડિલીવરી થઈ જાય છે. પરંતુ હાલમાં જ એવી એક ઘટના સામે આવી છે. જેના વિશે જાણ્યા બાદ સોશિયલ મીડિયા વેબસાઈટ્સ પર સતત વાયરલ થઈ રહ્યા છે. ફ્લિપકાર્ટે આ વાયરલ મેસેજનો શાનદાર જવાબ પણ આપ્યો છે.

Mangesh Panditrao નામના ટ્વીટર યુઝરે હાલમાં જ ફ્લિપકાર્ટ ડિલિવરી પેકેજની તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં ડિલિવરી પેકેજ પર ‘Shipping/Customer address’ સેક્શનમાં જે લખ્યું હતું. તેણે દરેકનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું છે.

ડિલિવરી પેક પર લખ્યું હતું આવું

રાજસ્થાનના કોટા શહેરમાં ડિલીવર કરનાર આ પેક પર લખ્યું હતું, ‘448 ચોથ માતા મંદિર, મંદિરની સામે આવતા જ ફોન લગાવજો હું લેવા આવી જઈશ.’ આ ટ્વિટર યુઝરને આ તસ્વીરે શેર કરતા લખ્યું, ‘ઈન્ડિયન ઈકોમર્સ બિલ્કુલ અલગ છે’

ખૂબ વાયરલ થઈ રહી છે આ તસ્વીર

આ તસ્વીરના શેર થયા બાદથી જ આ સતત વાયરલ થઈ રહ્યું છે અને ત્યાર સુધા 13.5 હજાથી વધુ વખત તેને લાઈક કરવામાં આવી ચુક્યું છે. લગભગ 2.8 હજાર વખત તેને રિટ્વીટ કરી દેવામાં આવી ચુક્યું છે.

ફ્લિપકાર્ટે પણ તેના પર એક જવાબ આપ્યો છે અને આ જવાબ એવો છે કે તેને વાંચ્યા બાદ તમે પણ ચોંકી ઉઠશો. ફ્લિપકાર્ટે તેને પર લખ્યું કે ‘ઘર એક મંદિર છે’ ને અમે એક નવા સ્તર પર લઈ જઈ રહ્યા છીએ.

Read Also

Related posts

અમદાવાદની આ ઈમારતના લોકો જીવી રહ્યા છે ભયના ઓથાર નીચે, વગર ધરતીકંપે ધ્રુજે છે બિલ્ડિંગ

Nilesh Jethva

હવે તમે ઓફલાઈન પણ કરી શકો છો ડિઝીટલ ટ્રાન્ઝક્શન, RBIએ કરી આ નવી સુવિધા

Mansi Patel

Seventh Pay Commission : આ રાજ્યના કર્મચારીઓ માટે આવી મોટી ખબર, સરકાર પગારમાં નહીં કરે કાપ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!