ઘરે-ઘરે રાંધણ ગેસ પહોંચાડનારા લોકોને શક્ય તેટલી ઝડપથી કોરોના વેક્સિન આપવાની માંગણી જોર પકડી રહી છે. અતિ આવશ્યક વસ્તુઓમાં સામેલ રાંધણ ગેસને એ સમયે પણ પૂરો પાડવામાં આવ્યો હતો જ્યારે કોરોના સંક્રમણ તેના ચરમ સ્તરે હતું. ફેડરેશન ઓફ એલપીજી ડિસ્ટ્રિબ્યુટર ઓફ ઈન્ડિયાના કહેવા પ્રમાણે ગેસની ડિલિવરી આપનારા સુપરસ્પ્રેડર બની શકે છે માટે તેમને શક્ય તેટલી ઝડપથી રસી અપાય તે આવશ્યક છે.
તેમને ફ્રન્ટલાઈન કર્મી માનીને આ માંગણી ઝડપથી પૂરી કરવા કહેવામાં આવ્યું છે કારણ કે, કોવિડ કાળમાં પણ તેઓ બીમારીને ભૂલીને કોરોના યોદ્ધાઓની માફક લોકોની સેવા કરી રહ્યા હતા. તેમના કારણે જ લોકડાઉન દરમિયાન લોકો ઘરેબેઠા રસોડામાં રાંધી શક્યા હતા.

એસોશિએશનની માંગ
- મહામારી દરમિયાન ટાર્ગેટ ડિલિવરી ટાઈમ અંતર્ગત કારણ બતાવો નોટિસ મોકલવાનું બંધ કરવામાં આવે
- સીમિત જનશક્તિ સાથે કામ કરી રહ્યા હોવાથી મહામારીના કારણે ફોર્સ મજૂરી લાગુ કરવામાં આવે
- કંપનીના અધિકારીઓ વિતરકો પર અવ્યવહારિક લક્ષ્ય થોપી રહ્યા છે
- ભાવ આભને આંબી રહ્યો હોવા છતા વાર્ષિક વિતરણ માર્જિનમાં કોઈ વૃદ્ધિ નહીં
- વિતરકોને ગ્રાહકો પાસેથી જે રોકડ મળે તેને ગેરકાયદેસર રીતે ડિજિટલ પેમેન્ટ તરીકે ચુકવણી દેખાડવાનું અટકાવવામાં આવે

દૈનિક 3 કરોડ લોકોનો સંપર્ક
એલપીજી ડિલિવરી બોય્ઝ દેશભરના 65-75 લાખ ઘરોમાં જાય છે. એક અંદાજ પ્રમાણે તેઓ દૈનિક 3 કરોડ કરતા પણ વધારે લોકોના સંપર્કમાં આવે છે. આ કારણે તેઓ સુપરસ્પ્રેડર બને તેવી શક્યતા ખૂબ વધી ગઈ છે. તેઓ સતત લોકોના સંપર્કમાં આવતા હોવાથી કોરોના અટકાવવાની ચેઈનમાં તેઓ ભંગાણ બની શકે છે. માટે તેમને સૌથી પહેલા રસી મળવી જોઈતી હતી.
કોરોનાની બીજી લહેરમાં મળેલા આંકડાઓ પ્રમાણે એલપીજી વિતરક, તેમનો સ્ટાફ અને તેમના પરિવારના આશરે 50,000 કરતા પણ વધારે લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા અને તેમાંથી 500 કરતા વધારે લોકો મૃત્યુ પામ્યા.
Read Also
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત