GSTV
India News ટોપ સ્ટોરી

શરાબ, સિસોદિયા અને સીબીઆઈઃ માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ 7 રાજ્યોમાં પુરાવાની થઈ રહી છે તપાસ

સિસોદિયા

દિલ્હીમાં એક્સાઇઝ પોલિસીની તપાસની ભલામણ કર્યા બાદ CBIએ શુક્રવારે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા હતા. દિલ્હી સહિત 7 રાજ્યોમાં 21 સ્થળો પર હાલ સર્ચ કરવામાં આવી રહ્યું છે. દમણ અને દીવમાં પણ સીબીઆઈના દરોડા ચાલુ છે. સીબીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે મનીષ સિસોદિયા સહિત ચાર સરકારી કર્મચારીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.

CBIની ટીમ દિલ્હી-NCR સહિત 7 રાજ્યોમાં 21 સ્થળોએ દસ્તાવેજોની ચકાસણી કરી રહી છે. એમાં સિસોદિયાના સરકારી આવાસ અને આઈએએસ અધિકારી અરવા ગોપી કૃષ્ણાના સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. ગોપી કૃષ્ણાએ જ એક્સાઈઝ પોલિસી તૈયાર કરી હતી. આ સિવાય પોલિસી સાથે સંકળાયેલા કેટલાક અન્ય અધિકારીઓના ઘરો ઉપર દરોડા પાડવામાં આવ્યા હોવાના અહેવાલ છે.

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ એક્સાઇઝ પોલિસી 2021-22ના અમલીકરણમાં કથિત અનિયમિતતાઓની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. દિલ્હીના મુખ્ય સચિવ દ્વારા જુલાઈમાં આપવામાં આવેલા અહેવાલના આધારે સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવી હતી, જેમાં GNCTD એક્ટ 1991, વર્કિંગ રૂલ્સ (TOBR)-1993, દિલ્હી એક્સાઈઝ એક્ટ-2009 અને દિલ્હી એક્સાઈઝ રૂલ્સ-2010ના પ્રથમ દૃષ્ટિએ ઉલ્લંઘન જોવા મળ્યું હોવાની વાત કહેવામાં આવી છે.

દરમિયાન, સિસોદિયાએ શ્રેણીબદ્ધ ટ્વિટમાં કહ્યું કે તેઓ સીબીઆઈનું સ્વાગત કરે છે. તેમણે ટ્વીટ કર્યું, સીબીઆઈ આવી ગઈ છે. તેમનું સ્વાગત છે. અમે અત્યંત પ્રમાણિક છીએ. લાખો બાળકોનું ભવિષ્ય બનાવી રહ્યા છીએ. બહુ દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે આપણા દેશમાં સારું કામ કરનારાઓને આ રીતે હેરાન કરવામાં આવે છે. તેથી જ આપણો દેશ અત્યાર સુધી નંબર વન બની શક્યો નથી. તેમણે કહ્યું, “અમે સીબીઆઈનું સ્વાગત કરીએ છીએ. તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશું જેથી સત્ય જલ્દી બહાર આવી શકે. અત્યાર સુધી મારા વિરૂદ્ધ ઘણા કેસ દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ કંઈ બહાર આવ્યું નથી. તેમાંથી પણ કશું નીકળશે નહીં. દેશમાં સારા શિક્ષણ માટે મારું કામ રોકી શકાય નહીં.

Read Also

Related posts

અશોક ગેહલોતને સત્તા ટકાવી રાખવા માટે ભાજપનું સમર્થનઃ મંત્રીઓ અમિત શાહના સંપર્કમાં

pratikshah

યુ.પી: સંભલમાં રામલીલાના મંચ પર અશ્લીલતા, બોલિવૂડ ગીતો પર ડાન્સ કરતી જોવા મળી બાર ડાન્સર, વીડિયો વાયરલ થતા કેસ દાખલ

HARSHAD PATEL

BIG BREAKING: ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પ્રથમ સીઝનના સ્પર્ધક કોમેડિયન પરાગ કંસારાનું નિધન

pratikshah
GSTV