GSTV

ઉત્તર ભારતમાં ઠંડીનું સામ્રાજ્ય: દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો આટલા વર્ષોનો રેકોર્ડ, હિમાચલમાં માઇનસમાં પારો

ઠંડી

દેશમાં દિવાળીના તહેવારો પૂરા થવાની સાથે જ ઠંડીએ તેનું સામ્રાજ્ય જમાવવાનું શરૂ કરી દીધું છે. શુક્રવારે સમગ્ર ઉત્તર ભારત ઠંડીમાં ઠુંઠવાયું હતું. દિલ્હીમાં નવેમ્બરમાં ઠંડીએ 14 વર્ષનો વિક્રમ તોડયો તો હિમાચલમાં કોલ્ડવેવના કારણે તાપમાન શૂન્યથી નીચે જતાં રહેતાં લોકો ઠરી ગયા. રાજસ્થાનમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ઉત્તર પ્રદેશમાં અનેક જગ્યાએ વરસાદ પડયો હતો.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શુક્રવારે લઘુત્તમ તાપમાન 7.5 ડિગ્રી નોંધાયું હતું, જે છેલ્લા 14 વર્ષમાં નવેમ્બરમાં નોંધાયેલું સૌથી નીચું તાપમાન છે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. દિલ્હીમાં નવેમ્બરમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન 29મી નવેમ્બર 2006ના રોજ 7.3 ડિગ્રી નોંધાયું હતું તેમ હવામાન વિભાગના પ્રાદેશિક કેન્દ્રના વડા કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યંહ હતું. દિલ્હી આ સિઝનની સૌપ્રથમ કોલ્ડ વેવની નજીક છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

ઉત્તરભારતમાં તાપમાનનો પારો ગગડ્યો

મેદાની વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે જાય અથવા સતત બે દિવસ સુધી લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 4.5 ડિગ્રી નીચું રહે ત્યારે કોલ્ડ વેવ જાહેર કરવામાં આવે છે. શુક્રવારનો માપદંડ દિલ્હીમાં કોલ્ડવેવ જાહેર કરવાની નજીક છે. શનિવારે પણ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે રહેશે તો કોલ્ડવેવ જાહેર કરવામાં આવી શકે છે તેમ શ્રીવાસ્તવે જણાવ્યું હતું.

દિલ્હીમાં નવેમ્બરમાં ગયા વર્ષે લઘુત્તમ તાપમાન 11.5 ડિગ્રી, 2018માં 10.5 ડિગ્રી, 2017માં 7.6 ડિગ્રી નોંધાયું હતું. દિલ્હીમાં નવેમ્બરમાં અત્યાર સુધીમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન 28મી નવેમ્બર 1938ના રોજ 3.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધરના નિષ્ણાત મહેશ પાલાવતે જણાવ્યું કે પશ્ચિમી હિમાલયના હિમાચ્છાદિત પર્વતો પરથી ઠંડા પવન ફૂંકાતા ઉત્તર ભારતમાં પારો ગગડયો છે અને શનિવારે પણ આવી જ સિૃથતિ ચાલુ રહેવાની શક્યતા છે. 23મી નવેમ્બરે ઉત્તર-પશ્ચિમી ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે. તેનાથી પારો કેટલીક ડિગ્રી વધુ ગગડવાની સંભાવના છે.

રાજસ્થાન ઠંડીમાં ઠુઠવાયુ

રાજસ્થાનમાં પણ રાત્રી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો હતો. રાજ્યના એક માત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પારો બે ડિગ્રી સે.સ સુધી ગગડયો હતો તેમ હવામાન વિભાગે ઉમેર્યું હતું. ચુરૂમાં લઘુત્તમ તાપમાન 5.7 ડિગ્રી, સિકરમાં 6 ડિગ્રી, પિલાનીમાં 7.1 ડિગ્રી, શ્રીગંગાનગરમાં 9.8 ડિગ્રી અને બિકાનેરમાં 10 ડિગ્રી સે. તાપમાન નોંધાયું હતું. આગામી 24 કલાકમાં તાપમાન વધુ ગગડવાની સંભાવના છે.

હિમાલયના પર્વતીય રાજ્ય હિમાચલ પ્રદેશમાં શુક્રવારે પણ કોલ્ડ વેવ યથાવત્ રહી હતી. પ્રવાસન સૃથળો કિલોંગ અને કલ્પામાં પારો શૂન્યથી નીચે ગગડતાં લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા.

આદિવાસી જિલ્લા લાહૌલ અને સ્પિતિના વહીવટી કેન્દ્ર કિલોંગ રાજ્યનું શુક્રવારે સૌથી ઠંડુ સૃથળ બન્યું હતું, જ્યાં તાપમાન માઈનસ પાંચ ડિગ્રી સુધી ગગડયું હતું તેમ શિમલા હવામાન કેન્દ્રના ડિરેક્ટર મનમોહનસિંહે જણાવ્યું હતું. કલ્પાના કિન્નૌર જિલ્લામાં લઘુત્તમ તાપમાન માઈનસ 2 ડિગ્રી નોંધાયું હતું.

રાજ્યના અન્ય પ્રવાસન સૃથળો મનાલી, ડેલહાઉસી અને કુફરીમાં તાપમાન અનુક્રમે 0.4 ડિગ્રી, 3.2 ડિગ્રી અને 3.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું તેમ સિંહે કહ્યું હતું. દરમિયાન પૂર્વીય ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડયો હતો જ્યારે પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં હવામાન સૂકું રહ્યું હતું. રાજ્યમાં દિવસના સરેરાશ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો નહોતો. રાજ્યમાં મુઝફ્ફરનગરમાં તાપમાન સૌથી નીચું 8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષામાં ફસાયેલા 19ને બચાવાયા

ઠંડી

દક્ષિણ કાશ્મીરના પૂંચ જિલ્લા અને સોપિયાંને જોડતાં મિચેલ માર્ગ પર પીર કી ગલી ખાતે હિમવર્ષામાં ફસાયેલા મહિલા અને બાળક સહિત 19 લોકોને સલામતી દળોએ બચાવ્યા હતા. પૂંચ જિલ્લાના એસએસપી રમેશ કુમાર અંગ્રાલે જણાવ્યું હતું કે, ગુરૂવારે મોડી રાતે પીર કી ગલી વિસ્તારમાં પોલીસ અને આર્મીની ટીમોએ 19 લોકોને બચાવ્યા હતા.

તેઓ સૃથાનિક નાગિરકો હતા અને બેથી ત્રણ વાહનોમાં સોપિયાંથી પૂંચ જઈ રહ્યા હતા. મુઘલ માર્ગ પર ભારે હિમવર્ષાના કારણે વાહનો ફસાઈ ગયા હતા. બચાવાયેલા લોકોને પગાન્સમાં આર્મી કેમ્પમાં લવાયા હતા અને તેમને ભોજન તથા આશ્રય આપવામાં આવ્યો હતો. પોલીસે લોકોને મુઘલ માર્ગ પર પ્રવાસ નહીં કરવાની સલાહ આપી હતી. હિમવર્ષાના કારણે વાહનો માટે આ માર્ગ બંધ કરી દેવાયો હતો.

Read Also

Related posts

સમગ્ર વિશ્વને એસ્ટેરોઇડ્સ અને એલિયન્સની ખબર આપતું દુનિયાની સૌથી પાવરફૂલ ટેલિસ્કોપ ધરાશાયી

Nilesh Jethva

રેલ્વેમાં નોકરીની સુર્વણ તક/ અલગ અલગ 1.40 લાખ પદ પર ભરતીની પરીક્ષાઓ, ચેક કરો જાહેર થઈ છે તારીખો

Pravin Makwana

લીવ ઇન રિલેશનશીપને લઈને હાઇકોર્ટે આપ્યો ચુકાદો, કહ્યું: કપલને મનસુફીથી રહેવાનો હક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!