GSTV
Home » News » દિલ્હી માથે ખતરો વધ્યો, સરકારને પણ ડર લાગતાં બોલાવી ઇમરજન્સી બેઠક

દિલ્હી માથે ખતરો વધ્યો, સરકારને પણ ડર લાગતાં બોલાવી ઇમરજન્સી બેઠક

દિલ્હીમાં ચાલીસ વરસ બાદ યમુનામાં સૌથી ખતરનાક પૂરનો ખતરો તોળાઇ રહ્યો છે. ઉપરવાસમાં થયેલા અતિભારે વરસાદને કારણે યમુના નદીમાં 40 વર્ષ બાદ જળસ્તર ભયજનક રીતે વધી રહ્યું છે. ૧૯૭૮ બાદ યમુના નદીમાં સૌથી વધારે પાણી આવ્યુ છે. છેલ્લા કેટલાક કલાકોમાં સાત લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે.

આ ઉપરાંત નદી કિનારના વિસ્તારમાં ૪૪ બોટ અને ૨૭ તરવૈયાને તૈનાત કર્યા છે. જેથી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે તાકીદ બેઠક બોલાવી છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં થયેલા અતિભારે વરસાદને કારણે યમુના નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. હાથનીકુંડ બેરેજમાંથી આછ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.

જેથી દિલ્હીમાં યમુના નદી ભયજનક સપાટીએ વહી રહી છે. જેને કારણે નદી કિનારના વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે. અને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે.

READ ALSO

Related posts

24 કેરેટ સોનાથી લદાયેલુ છે ટ્રમ્પનું પ્રાઈવેટ પ્લેન, એક કલાકનું ભાડુ સાંભળી ચક્કર આવી જશે !

Pravin Makwana

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણને લઈને આપ્યું મહત્વનું નિવેદન

Nilesh Jethva

સરળતાથી મળશે હવે રેલવેની તત્કાલ ટિકિટ, નકલી એજન્ટોના રાફડાનો થયો પર્દાફાશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!