GSTV

વાજપેયીની સલાહ ન માનનારા અમારી અપીલને થોડી ગણકારશે, રાજધર્મ પર કોંગ્રેસના નેતાએ સરકારને ઝાટકી

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હિંસા પર કોંગ્રેસે કેન્દ્ર સરકારને રાજધર્મનું પાલન કરવાની અપીલ કરી છે. રાજધર્મ પર ફરી એકવાર રાજકારણ ગરમાયું છે અને રાજકીય પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. શુક્રવારે કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી રાજધર્મને નામે લોકોને ભડકાવાનું કામ બંધ કરી દે, કેન્દ્રીય મંત્રીના નિવેદન બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલે પલટવાર કર્યો છે. કપિલ સિબ્બલે શનિવારે એક ટ્વીટ કરી છે.

કાનૂન મંત્રી કોંગ્રેસને કહે છે કે પ્લીઝ અમને રાજધર્મ ના શીખવાડો, અમે કેવી રીતે આપને શીખવી શકીએ મંત્રી મહોદય, જ્યારે આપે ગુજરાતમાં વાજપેયીએ જે સલાહ આપી હતી એ સાંભળી ન હતી તો તમે અમારી અપીલને ક્યાંથી સાંભળશો. સાંભળવું, શીખવું અને રાજધર્મનું પાલન કરવું એ આપના મજબૂત બિંદુઓમાંથી એક છે જ નહીં. વર્ષ 2002માં જ્યારે ગુજરાતમાં હિંસા ભડકી હતી ત્યારે તત્કાલિન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ એ સમયે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રાજધર્મનું પાલન કરવાની સલાહ આપી હતી. ગુજરાતની હિંસામાં ઘણાના મોત થયા હતા. કોંગ્રેસના નેતાઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા ત્યારે કેન્દ્ર સરકારને રાજધર્મ નિભાવવાની વાત કરી હતી. ત્યારથી બીજેપી આક્રમક થઈ ગઈ હતી. શુક્રવારે કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે પલટવાર કર્યો હતો.

દિલ્હીમાં ફેલાયેલી હિંસામાં કુલ 41 લોકોના મોત જ્યારે કે 200થી વધારે લોકો ઘાયલ થયા છે. હિંસાની ઘટના બાદ અત્યાર સુધીમાં 123 એફઆઈઆર અને 360 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હિંસામાં મૃતક્યુ પામેલા શખ્સના પરિવારને સરકાર 10 લાખ રૂપિયાની સહાય આપશે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસેનની તુરંત ધરપકડ કરવાની માગ કરવામાં આવી રહી છે. હિંસાની ઘટના બાદ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અનિલ બૈજલે હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી તો વળી હિંસાગ્રસ્ત વિસ્તારમાં હજી પણ પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Related posts

દિલ્હી : આ મૌલાના સામે કેજરીવાલ સરકાર કરશે કેસ, લોકડાઉનની કરી ઐસી તૈસી

Nilesh Jethva

રતન ટાટા બાદ રિલાયન્સ અને ટોરેન્ટ ગૃપે કોરોના સામે લડવા આપ્યું કરોડોનું દાન

Nilesh Jethva

કોરોના : પ્રિન્સ ચાર્લ્સ પણ કરશે સરકારના પ્રતિંબંધોનું પાલન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!