GSTV

સોનિયા, પ્રિયંકા અને રાહુલ સામે પણ ફરિયાદ નોંધો : હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો, રાજકારણ શરૂ

ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાં કોંગી નેતાઓ વિરુદ્ધ એફઆઈઆરની માંગ કરતી અનેક અરજીઓ કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ રાષ્ટ્રપતિ રાહુલ ગાંધી, પાર્ટીના મહાસચિવ પ્રિયંકા વાડરા અને અન્ય લોકો વિરુદ્ધ નફરતી ભાષણ આપવા બદલ એફઆઈઆર નોંધવાની માંગ વાળી દિલ્હી હાઈકોર્ટમાં અનેક અરજીઓ કરવામાં આવી હતી. દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સીસોદિયા, આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન, એ.આઈ.એમ.આઈ.એમ.ના નેતા અકબરુદ્દીન ઔવેસી,તથા વારીસ પઠાન પર પણ એફાઈઆર નોંધાવાનો અનુરોધ કરાયો છે. ઉલ્લખનીય છે કે અરજીમાં એ.આઈ.એમ.આઈ.એમ.ના મુબંઈના ધારાસભ્ય પઠાન પર કથીત રૂપથી ઘૃણા ભાષણ દેવાના આરોપસર એ દાવો કરાયો છે કે તેમના નિવેદનથી દિલ્હીમાં સાંપ્રદાયીક તણાવ સર્જાયો છે. જેમાં ઘણા લોકો માર્યા ગયા છે.

ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસામાં મૃત્યુઆંક વધીને 36 થઇ ગયો છે. દિલ્હીના શાહદરાના જગ પ્રવેશ ચંદર હોસ્પિટલમાં વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. જ્યારે કે 250થી વધુ ઘાયલોનો દિલ્હીની જીટીબી અને એલએનજેપી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

106 લોકોની કરવામાં આવી ધરપકડ

અહિંયા જાફરાબાદ-મૌજપુર અને આસપાસના વિસ્તારોમાં 23, 24 અને 25 ફેબ્રુઆરીએ મોટાપાયે હિંસા થઇ હતી. આ દરમિયાન તોફાનીઓએ પથ્થરમારો, આગચંપી અને ફાયરિંગ કર્યું. જો કે બુધવાર અને ગુરૂવારે શાંતિ જોવા મળી. હિંસાની કોઇ ઘટના સામે ન આવી. હિંસાના મામલે દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં 18 એફઆઇઆર નોંધી છે. અને 106 લોકોની ધરપકડ કરી છે. હવે પોલીસની નજર પાડોશી રાજ્યમાંથી દિલ્હીમાં આવીને તોફાન કરનારા ઉપદ્રવીઓ પર છે. આજે હાઈકોર્ટમાં હેટ સ્પીચ મામલાના કેસની સુનાવણી 13મી સુધી ટાળી દેવામાં આવી છે. કોર્ટે જણાવ્યું છે કે આ સમય યોગ્ય નથી.

સ્થિતિ સામાન્ય થતાં FIR નોંધવામાં આવશે

આ ઉપરાંત અનેક વોટ્સએપ ગ્રુપ અને વાયરલ વીડિયો પણ પોલીસ ફંફોળી રહી છે. બીજી તરફ દિલ્હીના સ્પેશિયલ પોલીસ કમિશનર એસ.એન.શ્રીવાસ્તવે કહ્યું કે જેમ જેમ સ્થિતિ સામાન્ય બનશે તેમ તેમ વધુ એફઆઇઆર નોંધવામાં આવશે. અને કાયકાકીય કાર્યવાહી કરવામાં આવશે. વહેલીતકે વધુ લોકોની ધરપકડ કરવામાં આવશે.

આ વિસ્તારોમાં શાંતિ

દિલ્હીના હિંસાગ્રસ્ત જાફરાબાદ, મૌજપુર, ચાંદબાગ, ગોકલપુર અને ભજનપુરા સહિત આસપાસના વિસ્તારોમાં માહોલ શાંત છે. પોલીસ અને અર્ધસૈનિક દળોના જવાનો ફ્લેગ માર્ચ કર્યુ. મોટાભાગની દુકાનો બંધ છે. અને માર્ગો સુમસામ ભાસતા જોવા મળ્યા. તણાવભર્યા માહોલમાં લોકોએ ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું. સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઇ રહી છે. જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ લેવા માટે લોકો ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. જો કે દવાની દુકાન અને ખાવા-પીવાની ચીજવસ્તુઓની દુકાનો હજુ પણ બંધ છે. દિલ્હી પોલીસના જોઇન્ટ કમિશનર ઓપી મિશ્રાએ ફ્લેગ માર્ચમાં લોકોને કહ્યું કે હવે દુકાનો ખોલી શકાય છે. ડરવાની કોઇ વાત નથી. પોલીસ તમારી સાથે છે.

Related posts

કોરોના: યુએસ પ્રમુખ ટ્રંપે ધમકી ભર્યા સૂરમાં જણાવ્યું, જો ભારત દવાનો સપ્લાય ના કરતું તો કરારો જવાબ મળ્યો હોત

pratik shah

રાજ્યભરમાં કોરોનાના સંક્રમણની સંખ્યામાં વધારો, હિંમતનગરમાં પોઝિટીવ કેસ નોંધાતા તંત્ર થયું દોડતું

pratik shah

મુંબઈની એક હોસ્પિટલમાં 26 નર્સ અને 3 ડૉક્ટર્સ કોરોના પોઝિટીવ, પુણેમાં 42 ડૉક્ટર્સ ક્વારન્ટાઈનમાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!