GSTV

દિલ્હી હિંસામાં ભાજપના 3 કદાવર નેતાઓ સામે દાખલ થઈ શકે છે ફરિયાદ, હાઈકોર્ટ લાલઘૂમ

દિલ્હીમાં હિંસા અંગે હાઈકોર્ટે સખત વલણ અખત્યાર કર્યુ અને ભડકાઉ ભાષણ આપનારા નેતાઓ વિરૂદ્ધ કેસ દાખલ કરવાના નિર્દેશ આપ્યાં. આરોપી નેતાઓ પર દિલ્હી પોલીસને એફઆઈઆર દાખલ કરવાના આદેશ આપ્યાં. કોર્ટે કહ્યું ગુનાના ખુલાસા બાદ એફઆઈઆર દાખલ થવી જરૂરી છે. એફઆઈઆર દાખલ ન કરવાના મુદ્દે કડક કાર્યવાહી થઈ શકે છે. ભાજપના નેતાઓ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવાને લઈને સોલિસિટર જનરલે હાઈકોર્ટને કહ્યું હતું કે ઓથોરિટીઝની રાહ જોવામાં આવે, હાલ કોઈ નિર્ણય સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.

ત્યારે આ મામલે દિલ્હી સરકારના વકીલ રાહુલ મેહરાએ દલીલ કરી કે ભાજપના ત્રણ નેતાઓ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં મોડું કરવાનું કોઈ કારણ નથી. હિંસામાં સામેલ પ્રત્યેક વ્યક્તિ વિરૂદ્ધ કેસ દાખલ થવો જ જોઈએ. આ મુદ્દે કોર્ટે આવતીકાલ સુધી મામલાની સુનાવણી સ્થગિત કરી છે. આ ઉપરાંત વકીલ જુબેદા બેગમને પીડિતા અને વિભિન્ન એજન્સીઓ વચ્ચે સમન્વય માટે અદાલત મિત્રની નિમણૂંક કરી છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે દિલ્હી પોલીસને ફટકાર લગાવી અને કોર્ટે કહ્યું કે દિલ્હીમાં વધુ એક 1984 નહીં થવા દીએ. કોર્ટે કહ્યું કે આપણએ હાલ પણ 1984ના પીડિતોને આર્થિક સહાયના મુદ્દાઆ અંગે કેસ ચાલી રહ્યાં છે ત્યારે આવી ઘટના બીજી વખત ન ઘટવી જોઈએ.

આ ઉપરાંત હાઈકોર્ટે કપિલ મિશ્રાના ભડકાઉ ભાષણવાળો વીડિયો પણ જોયો. હાઈકોર્ટે કપિલ મિશ્રાને ન ઓળખવાના મુદ્દે દિલ્હી પોલીસને ફટકાર પણ લગાવી હતી. આ ઉપરાંત સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પૂછ્યું કે કપિલ મિશ્રાની સાથે જોવા મળતો અધિકારી કોણ છે. કપિલ મિશ્રા ઉપરાંત હાઈકોર્ટે અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્માનો પણ વીડિયો જોયો. હાઈકોર્ટે કેન્દ્ર સરકારના વકીલ તુષાર મહેતાને તમામ વીડિયો જોવાના નિર્દેશ આપ્યાં.

કોર્ટમાં તુષાર મહેતાએ કહ્યું કે આ અરજીમાં જે પ્રકારની પ્રેયર કરવામાં આવી છે તે અંગે સુપ્રીમ કોર્ટમાં પહેલેથી જ સુનાવણી ચાલી રહી છે. આ ઉપરાંત દિલ્હી હાઈકોર્ટે સીબીએસઈને નિર્દેશ આપ્યાં કે હિંસા પ્રભાવિત નોર્થ ઈસ્ટ દિલ્હીમાં બોર્ડ એક્ઝામને લઈને સ્થાયી વ્યવસ્થા કરવી પડશે. હાઈકોર્ટે કહ્યું કે એક્ઝામ ટાળવાથી વિદ્યાર્થીઓની મુશ્કેલી ખતમ નથી થતી પરંતુ તેમનું ટેન્શન વધે છે. ત્યારે આ મુદ્દે બોર્ડને સ્થાયી સમાધાન શોધવાના નિર્દેશ આપ્યાં હતા.

READ ALSO

Related posts

પત્રકારે સ્વાસ્થ્ય મંત્રીને પૂછ્યું ક્યારે ક્યારે સુધરશે હાલત, ડૉ. હર્ષવર્ધને આપ્યો રસપ્રદ જવાબ

Nilesh Jethva

સોનિયા-મમતા સહિત પૂર્વ પીએમ અને રાષ્ટ્રપતિને ફોન કરીને PM મોદીએ પૂછી આ એક વાત

Arohi

રાજકોટમાં બે વ્યકિતનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!